બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / તમે લોનના ચક્કરમાં ફસાયા હોય તો ટેન્શન છોડો! આ ફોર્મ્યુલાથી ફટાફટ પતાવો લોન
Last Updated: 01:24 PM, 15 September 2024
આપણે બધાને ક્યારેકને ક્યારેક પૈસાના મદદની જરૂર પડતી હોય છે અને જ્યારે આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસાની અછત અનુભવીએ છીએ, ત્યારે આપણા મગજમાં બેંકમાંથી લોન લેવાનો વિચાર આવે છે. આપણે બેંકોમાંથી પર્સનલ લોનથી લઈને કાર લોન અને હોમ લોન વગેરે અનેક પ્રકારની લોન મળે છે.
ADVERTISEMENT

હવે થાય એવું કે જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે આપણે વિચાર્યા વિના વધુ લોન લઈ લેતા હોઈએ છીએ પણ જ્યારે લોનના EMI ભરવાની વાત આવે ત્યારે પૈસા બાતે ઘણી વખત આપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવાં જો આઓને પૈસાનું સારી રીતે મેનેજમેન્ટ નથી કરતાં તો આપણાં પર ઉધારી વધતી જાય છે, એવામાં આ કેટલીક ખાસ ફાઇનાન્શિયલ ટિપ્સ તમારી લોન ભરવાની સમસ્યાને સરળ બનાવવામાં ઉપયોગી થઈ શકે છે…
ADVERTISEMENT

સૌથી પહેલા તો તમને જરૃ હોય એટલી જ લોન તમારે લેવી જોઈએ. એટલે કે જો તમે વાહન ખરીદવા કે ઘર ખરીદવા માટે લોન લઈ રહ્યા છો તો તમારી પાસે કેટલા પૈસા છે અને તમને કેટલા પૈસાની જરૂર છે પહેલા એ જુઓ અને પછી તમારી આવક પ્રમાણે તમે કેટલું EMI ભરી શકશો એ પણ ચેક કરીને તમારે લોન લેવી જોઈએ.
ADVERTISEMENT

ઘણીવાર લોન લેવાની ઉતાવળમાં લોકો તેના પર કેટલું વ્યાજ વસૂલવામાં આવે છે તેના પર ધ્યાન આપતા નથી, જેના કારણે તેમને પાછળથી પસ્તાવા સિવાય કંઈ મળતું નથી. તેથી એ જરૂરી છે કે તમે જે બેંક અથવા ફાઇનાન્શિયલ કંપની પાસેથી લોન લઈ રહ્યા છો એમાં તમારે કેટલું વ્યાજ ચુકવવું પડશે.
ADVERTISEMENT
સાથે જ ઘણી વખત રી-ફાઇનાન્સની રીત પણ કામમાં આવી શકે છે. તમે મોંઘી લોનને સસ્તા દરની લોનમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કરી શકો છો. સામાન્ય રીતે ર્સનલ ફાઇનાન્સ લોન લાંબા ગાળાની હોય છે અને તેની EMI ઓછી હોય છે, જ્યારે ક્રેડિટ કાર્ડ લોન ટૂંકા ગાળાની અને ઊંચી EMI હોય છે.
ADVERTISEMENT
હવે જો તમે લોન લઈ લીધી છે અને તમે EMI ભરવામાં પ્રોબ્લેમ થઈ રહી છે તો તામરે જલ્દી એ લોન પૂરી કરી લેવી જોઈએ. જો તમારી પાસે થોડી પ્રોપર્ટી કે સોનું પડ્યું છે તો તેને વેચીને લોન પૂરી કરી લેવી જોઈએ જેથી કરીને તમારે EMI ભરવા બીજે કીએથી ઉદ્ધાર પૈસા લેવાની જરૂર ન પડે. સાથે જ શક્ય હોય તો તમારે તમારી આવક વધારવાની કોશિશ કરવી જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.