બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો માટે કમાણીનો જબરદસ્ત મોકો, LG ઈન્ડિયાનો આવશે 125820000000નો IPO

બિઝનેસ / રોકાણકારો માટે કમાણીનો જબરદસ્ત મોકો, LG ઈન્ડિયાનો આવશે 125820000000નો IPO

Last Updated: 08:47 AM, 15 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ કોરિયાની LG Electronics કંપની તેના ભારતીય બિઝનેસને શેરબજારમાં લિસ્ટ કરવા માંગે છે અને આ માટે ટૂંક સમયમાં જ આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે.

વર્તમાન સમયમાં મોટાભાગના દરેક લોકો સાઈડ ઈનકમ માટે IPO ભરતા હોય છે. દર અઠવાડિયે કોઈને કોઈ કંપનીનો IPOનું લોન્ચ અથવા લિસ્ટિંગ થઈ રહ્યું છે. એવામાં IPO ભરીને પૈસા કમાવા માંગતા ઇન્વેસ્ટરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવામાં સમાચાર છે કે દક્ષિણ કોરિયાની એલજી ઈલેક્ટ્રોનિક્સ તેના ભારતીય યુનિટનો આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે.

IPO-FINAL

દક્ષિણ કોરિયાની LG Electronics Inc. તેના ભારતીય બિઝનેસને શેરબજારમાં લિસ્ટ કરવા માંગે છે. આ માટે, કંપની હવે પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર કંપની આવતા મહિનાની શરૂઆતમાં માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે IPO માટે પ્રોસ્પેક્ટસ ફાઇલ કરી શકે છે.

PROMOTIONAL 12

રિપોર્ટ અનુસાર, LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા આ આઈપીઓથી $150 કરોડ એટલે કે લગભગ 12,582 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ IPO આવતા વર્ષની શરૂઆતમાં આવી શકે છે. કંપનીએ આ આઈપીઓનું સંચાલન કરવા માટે જે મોટી બેંકો પસંદ કરી છે તેમાં બેંક ઓફ અમેરિકા, સિટીગ્રુપ, જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની અને મોર્ગન સ્ટેનલીનો સમાવેશ થાય છે.

LG Electronics India વિશે વાત કરીએ તો, તે દક્ષિણ કોરિયા સ્થિત LG Electronics ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સીસ, HVAC અને IT હાર્ડવેર જેવા વિવિધ ક્ષેત્રોમાં સ્થાપિત બ્રાન્ડ છે.

વધુ વાંચો: તમને લાગ્યો બજાજનો IPO? ગ્રે માર્કેટમાં છે બોલબાલા, પહેલા જ દિવસે આટલા રૂપિયાનો પ્રોફિટ

કંપની આવતા મહિને માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે IPO માટે પેપર ફાઇલ કરી શકે છે. હવે અત્યારે જે પરિસ્થિતિ છે એ મુજબ ભારત એક ઝડપથી ઊભરતું બજાર છે અને તે વૈશ્વિક રોકાણકારોને ઝડપથી આકર્ષી રહ્યું છે. અહીં ઝડપી વૃદ્ધિની સંભાવનાને જોતા, ઘણી વધુ કંપનીઓ કતારમાં છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO 2024 IPO News IPO Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ