ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / jio-introduced-two-new-prepaid-plans-for-users-with-5gb-daily-data-limit

NULL / JIOનો 'ડેટા સુનામી' દરરોજ મળી રહ્યો છે 5GB ડેટા

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: રિલાયન્સ JIO જ્યારથી માર્કેટમાં આવ્યું છે ત્યારથી દરેક કંપનીમાં હલચલ મચી ગઇ છે. માર્કેટમાં ટકી રહેવા માટે અલગ અલગ કંપનીઓ દરરોજ નવા નવા પ્લાન લોન્ચ કરતી રહે છે. ત્યારે રિલાયન્સ જિયોએ હવે ગ્રાહકો માટે 4GB પ્રતિદિન અને 5GB પ્રતિદિન ડેટા વાળા બે નવા પ્લાન (509 રૂપિયા અને 799 રૂપિયા) રજૂ કર્યા છે. જિયોના આ પ્લાનની સ્પર્ધા Airtel Vodafone Idea અને Bsnlના પ્લાનથી થશે. હાલમાં ભારતીય ટેલીકોમ બજારમાં રિલાયન્સ જિયોના 16 કરોડથી વધારે ગ્રાહક છે. કંપનીનો આ પ્લાન દરેક પ્રીપેડ ગ્રાહકો માટે હશે. 



509 રૂપિયા વાળો પ્લાન 
સૌથી પહેલા અમે વાત કરીએ છીએ 509 રૂપિયા વાળા પ્લાનની આ પ્લાનમાં ગ્રાહકોને પ્રતિદિન 4GB હાઇ-સ્પીડ ડેટાનો લાભ મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને કુલ મળીને 112GB ડેટા મળશે. આ ઉપરાંત અનલિમિટેડ નેશનલ વોયસ કોલની સુવિધા મળશે. તો બીજી બાજુ નેશનલ રોમિંગ માટે કોઇ ચાર્જ આપવો પડશે નહીં. એની સાથે જ પ્રતિજિન 100 ફી SMSની સુવિધા પણ મળશે. આ પ્લાનની મર્યાદા 28 દિવસની હશે. 



799 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 140GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. જિયોના દરેક પ્રીપેડ પ્લામનની જેમ આ પ્લાનમાં પણ ગ્રાહકોને અનલિમિટેડ નેશનલ વોયસ કોલિંગની સુવિધા મળશે. સાથે જ દરરોજ 100 ફ્રી SMS પણ મળશે. આ પ્લાનની મર્યાદા 28 દિવસની છે. તો નેશનલ રોમિંગ માટે ગ્રાહકોને કોઇ ચાર્જ આપવો પડશે નહીં. 



AIRTELનો 349 રૂપિયાનો પ્લાન 
એરટેલના 349 રૂપિયાના રિચાર્જ પર યૂઝર્સને 3GB 3G/4G ડેટા દરરોજ ઉપયોગ કરવા પર મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડીની સાથે ફ્રી રોમિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એરટેલના આ પ્લાનમાં પણ ગ્રાહકોને દરરોજ 100 ફ્રી SMSની સુવિધા મળશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ