બ્રેકિંગ ન્યુઝ
ઝારખંડના ધનબાદમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં લોકો નહીં પણ ઉંદરો પણ ગાંજો-ભાંગનો નશો કરવા લાગ્યા છે. ખરેખર આ ખુલાસો ત્યારે થયો જયારે આ મામલાની તપાસ કરી રહેલા પોલીસે અધિકારીએ કોર્ટમાં જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાં રાખેલી 10 કિલો ભાંગ અને 9 કિલો ગાંજો ઉંદર ખાઈ ગયા છે.
ADVERTISEMENT
વર્ષ 2018નો છે સમગ્ર મામલો
આ મામલો 14 ડિસેમ્બર, 2018નો છે, જયારે પોલીસે 19 કિલો ગાંજો જપ્ત કર્યો હતો અને શંભુ અગ્રવાલ અને તેના પુત્રની ધરપકડ કરી હતી. જયારે કોર્ટમાં તપાસ અધિકારીની જુબાની દરમિયાન જપ્ત કરાયેલ ભાંગ-ગાંજાને પ્રદર્શન તરીકે બતાવવાનો હતો, પણ ત્યારે કોર્ટની સૂચના પછી પણ તપાસ અધિકારી તેમ કરી શક્યા નહીં.
ADVERTISEMENT
આ કેસની જુબાની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રામ શર્માની કોર્ટમાં ચાલી રહી હતી. કોર્ટમાં તપાસ અધિકારી જયપ્રકાશ પ્રસાદે આ વિશે જાણકારી આપી હતી. તેઓ પોતે કોર્ટમાં હાજર થયા, પરંતુ જપ્ત કરાયેલ ભાંગ અને ગાંજો લઈને ન આવ્યા. સરકારી વકીલ અવધેશ કુમારે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની અરજીને ટાંકીને જણાવ્યું હતું કે વેરહાઉસમાં રાખવામાં આવેલ જપ્ત કરાયેલ 10 કિલો ભાંગ અને નવ કિલો ગાંજાનો ઉંદરોએ સંપૂર્ણ નાશ કરી દીધો છે.
રાજગંજ પોલીસ સ્ટેશનમાં 14 ડિસેમ્બર 2018ના રોજ એફઆઈઆર નોંધાઈ હતી. જેમાં પોલીસે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી મળી હતી કે શંભુ અગ્રવાલ ભાંગ અને ગાંજાની તસ્કરી કરી રહ્યો હતો. એને ત્યાં દરોડો પાડીને ગાંજો-ભાંગ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે શંભુ પ્રસાદ અગ્રવાલ અને તેના પુત્રની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: દિલ્હી મેટ્રોમાં ફરી બબાલ થઈ, એક દારૂડીયો લેડીઝ કોચમાં ઘૂસી ગયો અને પછી... જુઓ વાયરલ વીડિયો
એસપીએ કહ્યું- મામલાની તપાસ કરશે
ADVERTISEMENT
દરમિયાન, ધનબાદના એસપી અજિત કુમારે જણાવ્યું કે કોર્ટ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરનાર તપાસકર્તાએ જણાવ્યું છે કે વેરહાઉસમાં રાખવામાં આવેલી કુલ 19 કિલો નશીલાં પદાર્થનો ઉંદરોએ નાશ કરી દીધો છે. આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને કોર્ટનો આદર કરતા જે પણ પુરાવાઓ સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.