બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SMC PIના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
Dinesh Chaudhary
Last Updated: 11:08 PM, 18 June 2025
બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામમાં વૃધ્ધ દંપતી વર્ધાજી પટેલ અને તેમના પત્ની હોશીબેન પટેલ વૃધ્ધ દંપતીના મર્ડર કેસનો આરોપીઓ ઝડપાઈ ગયા છે. અત્રે જણાવીએ કે, આ વૃદ્ધ દંપતી પુત્ર SMCમાં PI તરીકે ફરજ બજાવે છે જેઓ વડોદરા ખાતે રહે છે, જ્યારે આ દંપતી જસરા ગામ સીમમાં પોતાના ખેતરમાં રહેણાક મકાનમાં રહેતા હતા. જેમનું 15 જૂને રાત્રીના આઠેક વાગ્યાથી 16 જૂનના સવારના 6 વાગ્યા સુધીના સમય ગાળા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયારોથી દંપતીના મકાનમાં લૂંટ કરવાના ઇરાદે તેમજ અંધશ્રધામાં હત્યા કરી હતી
ADVERTISEMENT
(મૃતકની તસવીર)
ADVERTISEMENT
હત્યાનો 36 કલાકમાં ભેદ ઉકેલાયો
જે કેસમાં પોલીસની 09 જેટલી ટીમોનુ ગઠન કરી 112 જેટલી પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ અધિકારી દ્વારા ગુનાવાળી જગ્યાના તથા મરણ જનારની લાશના ફોટોગ્રાફી તથા વીડીયોગ્રાફી તથા FSL, ફીંગરપ્રિન્ટ તથા ડોગસ્કોડ તથા ટેકનીકલ તથા હ્યુમન સર્વેલન્સથી ગુના સબંધે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ 80થી વધારે CCTV ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં મરણ જનાર વૃધ્ધ દંપતીના બાજુમાં રહેતા સુરેશ શામળાભાઇ પટેલ (ચૌધરી) તથા તેના પિતા શામળા રૂપાભાઇ પટેલ (ચૌધરી)ને પૈસાનુ દેવુ થઇ ગયેલ હોય તેઓએ વૃધ્ધ દંપતી એકલા રહેતા હોય તેમના ઉપર વોચ રાખી ઉકત બંને ઇસમોએ તેમના મામા ઉમા ચેલાજી (ચૌધરી) પટેલ રહે.રામપુરા (દામા) તથા દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળી ઉકત વૃધ્ધ દંપતીનુ મોત નિપજાવેલ હોવાની વિગત તપાસમાં સામે આવ્યું હતું.
ADVERTISEMENT
આરોપીઓની ભુમિકા
ADVERTISEMENT
(૧) આરોપી સુરેશ શામળા પટેલ તથા શામળાભાઇ રૂપાભાઇ પટેલ જેઓ પુત્ર તથા પિતા થાય છે. તેઓ મરણ જનાર વૃધ્ધ દંપતીના પડોશમાં રહેતા હોય મુખ્ય કાવતરાખોર આરોપીઓ છે. તથા તેઓએ મરણ જનારના મકાનમાં પ્રવેશ કરી ધારીયા જેવા હથિયારથી ઇજાઓ કરી મોત નિપજાવી દાગીના તથા અન્ય સામાનની લુંટ કરી.
(2) આરોપી ઉમા ચેલાજી (ચૌધરી) પટેલ રહે.રામપુરા (દામા) જેઓ મુખ્ય આરોપી સુરેશભાઇ શામળાભાઇ પટેલના મામા થતા હોય તેઓ બનાવ વખતે ટ્રેકટરનુ થ્રેસર ચાલુ રાખી મરણ જનારના મોત દરમ્યાન અવાજ સંભળાય નહી તે રીતે ગુનામાં મદદગારી કરી.
ADVERTISEMENT
(3) આરોપી દીલીપભાઇ ઠાકોર ઉર્ફે ભુવાજી જેઓ ધાર્મિક વિધિ કરવાથી વધુ ધન મળી આવશે તેવા આશયથી મરણજનારના મોત નિપજાવવામાં સહકાર આપેલ.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ હવે આ રીતે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા
ADVERTISEMENT
પકડાયેલ આરોપીઓ
(1) સુરેશ શામળાભાઇ પટેલ (ચૌધરી) રહે.જસરા
(2) શામળા રૂપાભાઇ પટેલ (ચૌધરી) રહે.જસરા
(3) ઉમા ચેલાજી પટેલ (ચૌધરી) રહે.રામપુરા (દામા)
(4) દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી રહે.રામપુરા (દામા)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.