બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / વિશ્વ / japan can be attacked by the storm

આગાહી / આ દેશમાં તરખાટ મચાવશે ખતરનાક તોફાન, લોકોને ઘર છોડીને ચાલ્યા જવાની કરવામાં આવી અપીલ

Khevna

Last Updated: 03:36 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનમાં ખતરનાક તોફાન આવવાની આગાહી છે, જેથી ઘણા લોકોને તો ઘર છોડીને ચાલ્યા જવાની પણ અપીલ કરવામાં આવી છે.

  • જાપાનમાં ખતરનાક તોફાનનો ખતરો 
  • તોફાનને કારણે ભારે વરસાદની પણ આગાહી 
  • લોકોને ઘર છોડવાની પણ કરવામાં આવી છે અપીલ 

આમ તો હાલનાં સમયમાં આખી દુનિયામાં પૂર અને પાણીએ તબાહી મચાવી છે પણ હવે જાપાનમાં હજુ એક પ્રાકૃતિક આપત્તિનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં વિનાશકારી તોફાન નાનમાડોલ જાપાનની તરફ વધી રહ્યું છે. આ ખતરાનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે જાપાનના લગભગ વીસ લાખ લોકોએ પોતાની જગ્યા છોડીને ક્યાંક બીજે ચાલ્યા જવા માટે કહ્યું છે. 

રવિવારે સમુદ્ર તટ સાથે ટકરાવાની આશંકા 
જાપાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તોફાનનું નામ નાનામાડોલ છે. શનિવારે આ જાપાનના રિમોટ આઈસલેન્ડથી લગભગ 270 કિલોમીટરના અંતરે હતું. આ તોફાનના રવિવારે જાપાનના સમુદ્રી તટ સાથે ટકરાવાની આશંકા જાહેર કરવામાં આવી હતી. આ કારણે આ ઇલાકામાં ભારે વરસાદ થશે. ત્યાર બાદ આ ઉત્તર તરફ આગળ વધી શકે છે. 

કોઈપણ સમયે આવી શકે છે તોફાન 
તોફાનને કારણે જાપાનમા મોસમ વિભાગ તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. એક જાપાની ન્યૂઝ એજન્સી અનુસાર, આ તોફાન રવિવારે કોઈપણ સમયે આવી શકે છે. આ તોફાનને કારણે દક્ષિણી ક્ષેત્રના કાગોશીમાં, કુમામોટો અને મિયાઝાકીમાં રહેતા લોકો માટે ખતરો પેદા થઈ ગયો છે. જાપાનના હવામાન વિભાગ તરફથી કાગોશીમા ક્ષેત્રમા રહેતા લોકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. 

તોફાનને કારણે ભારે વરસાદની આશંકા 
હાલમાં ચાર સ્તરીય બચાવ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે તોફાનને કારણે કાગોશીમામા ભારે વરસાદની પણ આગાહી છે. ત્યાર બાદ આ તોફાન ઉત્તર દિશા તરફ આગળ વધશે અને પછી જાપાનના મુખ્ય દ્વીપ તરફ વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અસાધારણ રીતે નાના નાના તોફાનોનો ખતરો છે અને આ કારણે સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠશે અને ભારે વરસાદ થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ