બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:36 PM, 28 July 2026
મંગળવારે જાપાનના ક્યુશુ દ્વિપ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ કુમામોટો વિસ્તારમાં આવ્યો હતો, જેના પગલે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાન હવામાન વિભાગ (JMA) અનુસાર, ભૂકંપ બાદ એક મીટર સુધી ઊંચા મોજાં આવવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂર પડે તો તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. દરમિયાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં કિંગહાઈમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
ADVERTISEMENT
જાપાન સરકારે કુમામોતો ઉપરાંત નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી પ્રીફેક્ચર્સ માટે ભૂકંપ અંગેની કટોકટીની ચેતવણીઓ જારી કરી છે. આ તમામ વિસ્તારો ક્યુશુ દ્વિપ પર આવેલા છે. આ માહિતી સમાચાર સંસ્થા રોઇટર્સ દ્વારા આપવામાં આવી હતી.
⚡️WATCH: Powerful shaking sends a building swaying side to side after a magnitude 7.1 earthquake struck Kumamoto, Japan.
— War Intel (@warintel4u) July 28, 2026
At least 50 people taken to hospitals after Japan quake: NHK pic.twitter.com/ZbdmFXZ7xJ
ADVERTISEMENT
રાહતની વાત એ છે કે, અત્યાર સુધી જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. સ્થાનિક વહીવટીતંત્ર ભૂકંપની અસરોનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને સાથે જ સુનામીના જોખમ પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટેની ટીમો એલર્ટ પર છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
Severe damage reported in Kumamoto, Japan, with major road cracks following a magnitude 7.1 earthquake.(地震 ) pic.twitter.com/tjYgsVbU0M
— Weather Monitor (@WeatherMonitors) July 28, 2026
ADVERTISEMENT
જાપાન વિશ્વના એવા દેશોમાંનું એક છે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધુ હોય છે. આ કારણોસર, તેની ભૂકંપ અને સુનામી ચેતવણી પ્રણાલીને વિશ્વની શ્રેષ્ઠ પ્રણાલીઓમાંની એક માનવામાં આવે છે. આ સિસ્ટમ સેકન્ડોમાં લોકોને ચેતવણીઓ મોકલે છે, જેનાથી જાન-માલનું નુકસાન ઘટાડવામાં મદદ મળે છે. હાલમાં ક્યુશુ ટાપુના રહેવાસીઓને સતર્ક રહેવાની અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થવાની અપેક્ષા છે.
જાપાનના વડાપ્રધાને શું કહ્યું?
ADVERTISEMENT
જાપાનના વડાપ્રધાન કાર્યાલયે કુમામોતો પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ, તમામ સંબંધિત એજન્સીઓને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે, ભૂકંપને કારણે થયેલા નુકસાનનો શક્ય તેટલી ઝડપથી આકલન મેળવવો એ પ્રાથમિકતા છે.
આ પણ વાંચોઃ નાઇજીરિયામાં હિંસા કેમ નથી અટકતી? ગામ પર હુમલો કરી 30 લોકોની નિર્દયી હત્યા
ADVERTISEMENT
આ ઉપરાંત, સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી રાહત અને બચાવ કામગીરીને વધુ સઘન બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ નિર્દેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માનવ જીવનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા તથા જીવ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવા જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.