બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / JCC સ્કેમ: ડૉ. પાર્શ્વ વોરાએ કૌભાંડ છુપાવવા ડેટા ડિલિટ કરી કાગળોનો નાશ કર્યો, આવી ગયો હતો અંદાજો!
Last Updated: 09:40 AM, 15 November 2025
જામનગરની JCC હાર્ટ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં છે. હોસ્પિટલનેકાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવી ચૂક્યો છે, અને તેને PMJAY.-મા” યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ પણ કરાઇ ચૂકી છે..હોસ્પિટલ દ્વારા યોજનાના પૈસા ખંખેરવા આડેધડ ઓપરેશન કરાયાનો આક્ષેપ છે.. આ બધા વિવાદો વચ્ચે એક નવી વાત સામે આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લો બોલો, હાલોલમાં શ્રમિક બનીને નોકરી કરતો ATSએ ઝડપેલો આતંકી, નીકળ્યું ISI કનેક્શન
કૌભાંડ કર્યા બાદ ડૉ. પાર્શ્વ વોરાએ તમામ પ્રકારના ડેટા ડિલિટ કરી નાંખ્યા હતા. ડોક્ટર પાર્શ્વ વોરાને એક મહિના પહેલા અંદાજો આવી ગયો હતો કે તેમની કરતૂતો ખુલ્લી પડી ગઇ છે.. તેમણે તમામ પ્રકારના ઈ-મેઈલ, યોજનાને લગતા તમામ ખાતાઓ અને અન્ય કાગળોનો નાશ કરી નાખ્યો હતો. તેમની આ હરકતને કારણે હોસ્પિટલ પાસે ડેટા જ નથી કે યોજના હેઠળ કેટલા દર્દીઓએ સારવાર લીધી. ડોક્ટર પાર્શ્વ વોરા અને તેમનો પરિવાર હાલ ભૂગર્ભમાં છે.
ADVERTISEMENT
રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા કુલ 262 કેસની તપાસ કરાવતા તેમાંથી 53 કેસમાં વિસંગતા જોવા મળી હતી, જેમાં જરૂર ન હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.