બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / લો બોલો, હાલોલમાં શ્રમિક બનીને નોકરી કરતો ATSએ ઝડપેલો આતંકી, નીકળ્યું ISI કનેક્શન

ધરપકડ / લો બોલો, હાલોલમાં શ્રમિક બનીને નોકરી કરતો ATSએ ઝડપેલો આતંકી, નીકળ્યું ISI કનેક્શન

Last Updated: 09:16 AM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં હથિયાર અને ગ્રેનેડ હેરાફેરી તેમજ આતંકી હુમલાના કાવતરામાં વોન્ટેડ ગુરપ્રીતસિંઘ ઉર્ફે ગોપી બિલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી વિવિધ નામોથી છુપાઈને હાલોલની એક કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હતો.

ગુજરાત ATSને મોટી કામગીરીમાં સફળતા મળી છે. પંજાબમાં હથિયાર અને ગ્રેનેડ હેરાફેરી તેમજ આતંકી હુમલાના કાવતરામાં વોન્ટેડ ગુરપ્રીતસિંઘ ઉર્ફે ગોપી બિલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી વિવિધ નામોથી છુપાઈને હાલોલની એક કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હતો.

ISI સાથે મળીને હુમલાનું કાવતરું

માહિતી અનુસાર, ગુરપ્રીતસિંઘ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા નેટવર્કનો ભાગ હતો. મલેશિયામાં રહેતા મુખ્ય આરોપી મનુ અગવાન અને મનીંદર બિલ્લા ISI હેન્ડલર્સના સંપર્કમાં રહી પંજાબ અને અન્ય રાજ્યોમાં આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. આ ગેંગ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હુમલો કરવા માટે ગ્રેનેડ અને પિસ્તોલની વ્યવસ્થા કરી રહ્યું હતું. બે ગ્રેનેડ અને બે પિસ્તોલની આપ-લે થઈ હોવાની જાણકારી પણ સામે આવી છે.

પંજાબના સીટી બટાલામાં ગ્રેનેડ હેરાફેરી અને વિસ્ફોટ સંબંધિત ગંભીર ગુનાઓ નોંધાયા હતા. આ મામલામાં પંજાબ પોલીસે પહેલાથી જ આરોપી પંથબીરસિંહ અને જસકીરતસિંઘને પકડી લીધા છે. તેમની પૂછપરછમાં ગુરપ્રીતસિંઘનું નામ સામે આવ્યું હતું, જેના આધારે પંજાબ પોલીસે ગુજરાત ATSને તેની માહિતી આપી.

ગુરપ્રીતસિંઘ હાલોલની એક ખાનગી કંપનીમાં મજૂર તરીકે નકલી ઓળખ સાથે કામ કરતો હતો. ગુપ્તચર માહિતીના આધારે ATSની ટીમે તેને એક હોટેલમાંથી દબોચી લીધો અને પછી અમદાવાદ લાવવામાં આવ્યો. પ્રાથમિક પૂછપરછમાં ગુરપ્રીતસિંઘે પંજાબમાં આતંકી હુમલા માટેની તૈયારીમાં પોતાની સંડોવણીની કબૂલાત કરી છે.

આ પણ વાંચોઃ સપનું આવ્યું, અને પોતાના જ બે બાળકોને માતાએ ગળું દબાવી પતાવી માર્યા

ATS અને પંજાબ પોલીસ મળીને હવે આ સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો, ISI હેન્ડલર સાથેના કનેક્શન અને હથિયારોની હેરાફેરીના મોડયુલને લઈને વિસ્તૃત તપાસ કરી રહી છે.આ ધરપકડ સાથે સુરક્ષા એજન્સીઓને એક મોટો આતંકી મોડયુલ ખતમ કરવામાં સફળતા મળી છે, જે દેશના સુરક્ષા માળખા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gurpreet Singh Capture Gujarat ATS Arrest ISI Terror Plot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ