બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સપનું આવ્યું, અને પોતાના જ બે બાળકોને માતાએ ગળું દબાવી પતાવી માર્યા

ઘોર કળિયુગ / સપનું આવ્યું, અને પોતાના જ બે બાળકોને માતાએ ગળું દબાવી પતાવી માર્યા

Priykant Shrimali

Last Updated: 11:09 AM, 14 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navsari : બીલીમોરામાં હ્રદયદ્રાવક ઘટના: માતાએ બે સંતાનોનું ગળું દબાવી કરી હત્યા, પોતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ, અહીં જાણો એ તે શું બન્યું હતું ?

Navsari : નવસારીના બીલીમોરામાં વશ ફિલ્મ જેવી ઘટના બની છે. વાસ્તવમાં ગણદેવી તાલુકાના બીલીમોરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક હચમચાવી મૂકનારી ઘટના સામે આવી છે. દેવસર ગામના મહારાજા એપાર્ટમેન્ટમાં રહેનારી એક મહિલાએ પોતાના બે બાળકોની ગળું દબાવી હત્યા કરી હોવાનો આરોપ છે. બાળકોની ઉંમર આશરે 4 અને 7 વર્ષ જેટલી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સપનામાં આદેશ મળ્યાનો દાવો

પ્રાથમિક માહિતી અનુસાર મહિલાએ પોલીસને કહ્યાનું કહેવાય છે કે તેને સપનામાં કોઈએ બાળકોને નુકસાન પહોંચાડવાની વાત કહી હતી જેના પ્રભાવ હેઠળ તેણે આ કૃત્ય કર્યું. ઘટનાક્રમમાં તેણીએ પોતાના સસરા પર પણ હુમલાનો પ્રયાસ કર્યો પરંતુ સસરા સમયસર નાસી છૂટતા તેમનો જીવ બચી ગયો.

પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ

બાળકોની હત્યા બાદ મહિલાએ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે આસપાસના લોકો અને પરિવારજનોને ઘટનાની જાણ થતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સમયસર પહોંચી જતા મહિલાનો જીવ બચી ગયો.

પોલીસની તાત્કાલિક કાર્યવાહી

બીલીમોરા પોલીસે સ્થળ પર પહોંચી મહિલાને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. બે બાળકોની હત્યા અંગે પોલીસ દ્વારા ગંભીર ગુન્હાનો દાખલો કરી તપાસને વેગ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કડકડતી ઠંડીમાં ધ્રૂજ્યું ઉત્તર ભારત, કાશ્મીરમાં તો ટેમ્પરેચર માઇનસ ડિગ્રીમાં

પતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ

દુર્ઘટનાના સમયે મહિલાનો પતિ ટાઈફોઈડને કારણે બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. આ કારણે પરિવાર આંતરિક તણાવ અને એકલતા જેવી પરિસ્થિતિમાં હતો કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ તરફ હવે બાળકોની હત્યાના પાછળના સાચા કારણો, મહિલાની માનસિક સ્થિતિ અને ઘટનાક્રમની સંપૂર્ણ વિગતો જાણવા પોલીસ દ્વારા ફોરેન્સિક અને સાયકોલોજિકલ એન્ગલ સહિત તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navsari Devsar Mother Kills Children
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ