બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / jamia pistol firing rambhakt gopal says men open firing caa protest rally

દિલ્હી / 'આ લો આઝાદી... હું રામભક્ત ગોપાલ' કહીં યુવક પિસ્તોલ લઇને ઘુસ્યો, કર્યું ધડાધડ ફાયરિંગ

Mehul

Last Updated: 07:58 PM, 30 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના જામિયા વિસ્તારમાં ગુરુવારે સંશોધિત નાગરિકતા કાયદા (CAA) વિરુદ્ધ માર્ચ દરમિયાન ફાયરિંગ થતા ચકચાર મચી ગઇ છે. પિસ્તોલ લહેરાવનાર અને ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ થઇ ગઇ છે. તેનુ નામ ગોપાલ બતાવાઇ રહ્યું છે. તે ગ્રેટર નોઇડાના જેવરનો રહેવાસી છે.

  • જામિયામાં ગુરુવારે સંશોધિત CAAની વિરુદ્ધ માર્ચ દરમિયાન ફાયરિંગ થયું
  • પિસ્તોલ લહેરાવનાર અને ફાયરિંગ કરનાર આરોપીનું નામ ગોપાલ બતાવાઇ રહ્યું છે
  • ઘટનાના સમયે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કર્મી, મીડિયા સમૂહના લોકો હાજર હતા

ફાયરિંગ દરમિયાન તે પિસ્તોલ લહેરાવતા જોર-જોરથી બોલી રહ્યો હતો અને લોકોને ધમકી આપી રહ્યો હતો, 'આ લો આઝાદી...હું રામભક્ત ગોપાલ'. ફાયરિંગ દરમિયાન એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થઇ ગયો છે, જેનુ નામ શાદાબ બતાવાઇ રહ્યો છે તે એક વિદ્યાર્થી છે. હાલ તે એમ્સ ટ્રોમા સેન્ટરમાં ભરતી છે. 

ફાયરિંગ કરતા પહેલા આરોપીએ ફેસબુક લાઇવ કર્યું હતું

આરોપીના ફેસબુક પ્રોફાઇલથી પણ ઘણી જાણકારીઓ મળી છે. ફાયરિંગ કરતા પહેલા આરોપીએ ખુદને ફેસબુક પર લાઇવ કર્યો હતો. તેણે એક પોસ્ટમાં લખ્યું, 'શાહીન બાગ, ખેલ ખતમ'. તેના સિવાય એક અન્ય પોસ્ટમાં તેણે ચંદન નામના એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ એજ ચંદન છે જેની ઉત્તરપ્રદેશના કાસગંજમાં 2018માં તિરંગા યાત્રા દરમિયાન હિંસામાં મોત થઇ ગયું હતું. માનવામાં આવી રહ્યું છે કે, ચંદન કથિત રીતે મુસ્લિમોની ગોળીનો શિકાર બન્યો હતો. 

આરોપીએ ફેસબુક પર લખ્યું, '31 સુધી મારી પોસ્ટને એવોઇડ ન કરતા, હું કોઇપણ સંગઠન સાથે જોડાયેલો નથી. મારી અંતિમ યાત્રા પર મને ભગવામાં લઇ જજો અને જય શ્રી રામના નારા લગાવજો. આ ઉપરાંત દિલ્હીમાં સ્થિત શાહીન બાગમાં ચાલી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શનને લઇને પણ આરોપીએ એક પોસ્ટ કરી છે. આરોપીએ લખ્યું, 'શાહીન બાગ ખતમ, ખેલ ખતમ'. 

જામિયા વિસ્તારમાં તણાવ

બીજી તરફ, ઘાયલ જેવી સ્થિતિ જોઇને જામિયા વિસ્તારમાં તણાવ ઉત્પન્ન થઇ ગયો. ઘટનાના સમયે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કર્મી અને ઘણા મીડિયા સમૂહના લોકો હાજર હતા. વિદ્યાર્થીઓ જામિયાથી મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ જઇ રહ્યા હતા. 

બીજેપી હારના ડરથી ચૂંટણીને ટાળવાની કોશિશ કરી રહી છે : AAP

આમ આદમી પાર્ટી (AAP) એ આ આખા ઘટનાક્રમ માટે બીજેપીને જવાબદાર ઠેરાવી છે. આપ નેતા સંજય સિંહે કહ્યું કે બીજેપી હારના ડરથી ચૂંટણીને ટાળવાની કોશિશ કરી રહી છે. પોલીસના હાથ અમિત શાહે બાંધી રાખ્યા છે. આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને આ ઘટના પર કહ્યું કે બીજેપીના નેતા ઘૃણાની રાજનીતિ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના લોકોએ આ કામ કરી દીધું છે. 

ત્રણ મેટ્રો સ્ટેશનને બંધ કરાયા

દિલ્હીના ત્રણ મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવાયા છે. જેમા જામા મસ્જિદ, આઇટીઓ અને દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન સામેલ છે. સૌથી ચોંકાવનારી વાત છે કે જ્યારે આરોપી પિસ્તોલ લહેરાવતા ત્યાં દોડી રહ્યો હતો, ત્યારે દિલ્હી પોલીસ તમાશો જોઇ રહી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Jamia Protest National News jamia firing ગુજરાતી ન્યૂઝ શાહીન બાગ New delhi
Mehul
Mehul
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ