બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Jaishankar Attack On Pakistan China On Terrorism At Unsc Meeting Says Accountability Must Be Fixed

BIG NEWS / વધુ એક 26/11 નહીં થવા દઈએ...: વિશ્વમંચ પર જયશંકરે 24 કલાકમાં બીજીવાર પાકિસ્તાન પર કર્યા પ્રહાર

Published By: Parth

Last Updated: 10:55 AM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના વિદેશ મંત્રી ફરી પાકિસ્તાનને આડે હાથ લઈને ચર્ચામાં આવ્યા છે, UNSC માં જયશંકરે ફરી આતંકવાદ મુદ્દે વિશ્વ મંચ પર આ મુદ્દો ઉઠાવ્યો હતો.

  • UNSC ની બેઠકમાં પાકિસ્તાનને ભારત ધોઈ નાંખ્યું 
  • 24 જ કલાકમાં બીજી વાર કર્યા પ્રહાર 
  • જયશંકરે કહ્યું, અમે બીજું 26/11 નહીં થવા દઈએ 

જયશંકરે ફરી પાકિસ્તાનને લગાવી લતાડ 
ભારતના વિદેશ મંત્રી S જયશંકર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ એટલે કે UNSC ની બેઠકમાં સતત ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે 24 જ કલાકમાં બીજી વાર પાકિસ્તાનને આડે હાથ લીધું છે. મુંબઈ હુમલો અને ન્યૂયોર્કમાં થયેલા હુમલાને પણ યાદ કરવામાં આવ્યું આવ્યું અને કહ્યું કે આ બંનેમાં પાકિસ્તાનનું જ સીધું કનેક્શન છે. તેમણે કહ્યું કે આપણે ફરી 26/11 કે 9/11 થવા દઈ શકીએ નહીં. આતંકવાદનો મુદ્દો સતત ગંભીર થઈ રહ્યો છે. નોંધનીય છે કે આ બેઠકને મુંબઈ હુમલાના સર્વાઇવર બહાદુર નર્સ અંજલિએ પણ સંબોધન કર્યું હતું. 

જયશંકરે કહ્યું કે કોઈ પણ દેશે આતંકવાદનો લાભ લેવા વિષે વિચારવું પણ જોઈએ નહીં અને આતંકવાદ મુદ્દે તમામ મતભેદોને ભૂલીને એકસાથે આવવું જોઈએ.

નર્સે શેર કર્યો અનુભવ 
આ સિવાય નર્સ અંજલિએ પોતાના સંબોધનમાં કલહયું હતું કે તે મુંબઈમાં થયેલા હુમલામાં બચી ગઈ હતી અને લોકોના દુ:ખની અવાજ હું UNSC માં લાવવા માંગુ છું. અંજલિએ કહ્યું કે તે રાતે મેં 20 ગર્ભવતી મહિલાઓને માંડ માંડ સાચવી. બે વ્યક્તિઓ દાખલ થયા અને ધડાધડ ફાયરિંગ કર્યું. વિશ્વાસ કરવું મુશ્કેલ હતું કે અમે જીવતા છીએ. અંજલિએ કહ્યું કે કસાબને મેં જ ઓળખ્યો હતો અને તેના મનમાં સહેજ પણ પશ્ચાતાપ હતો નહીં. લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે કારણ કે આ હુમલાના પ્રાયોજક તો હજુ પણ આઝાદ ફરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

UNSC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ