બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Jain Samaj honors BJP state president CR Patil

રાજનીતિનું તોલમાપ / 84 કિલો ચાંદીથી ભાજપ પ્રદેશ પ્રમુખની જૈન સમાજ દ્વારા રજતતુલા વિધિ, 2022માં પાટીલ સાહેબનો પડશે 'વજન'?

Published By: Shyam

Last Updated: 08:07 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જૈન સમુદાય દ્વારા પાટીલની રજત તુલા કરવામાં આવી હતી, આ પ્રસંગે જૈન સમાજના અગ્રણી સાથે જ બીજેપી પ્રદેશ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા

  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રજતતુલા
  • અમદાવાદ જૈન સમુદાય દ્વારા કરવામાં આવી રજતતુલા
  • સી.આર.પાટીલનું જૈન સમાજને લઈ મહત્વનું નિવેદન

સી.આર પાટીલને પ્રમુખ તરીકે હોદ્દો સાંભળ્યાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આજે અમદાવાદ જૈન સમુદાય દ્વારા પાટીલની રજત તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે જૈન સમાજના અગ્રણી સાથે જ બીજેપી પ્રદેશ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ અગાઉ જૈન સમુદાય દ્વારા સુરત ખાતે પાટીલની રજત તુલા કરવામાં આવી હતી. આ સિવાય પાટીલે પદભાર સંભાળ્યો ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો.

જે દરમિયાન સૌરાષ્ટ્રમાં ખોડલ ધામ ખાતે તો ઉત્તર ગુજરાત પ્રવાસ દરમિયાન ઉમિયા ધામ ખાતે તેમની રજત તુલા કરવામાં આવી હતો. જે રજત તુલા કરવામાં આવી એ અગાઉ 12 વખત રજત તુલા કરવામાં આવી છે. તો પાટીલે સંબોધન કરતા હળવા સુરમાં કહ્યું હતું કે, હું ઘણી વખત કહેતો હોઉં છું કે નરેન્દ્ર મોદી ભુવા છે. ભુવા ધુણે તો નારિયળ ઘર ભણી નાખે છે. એજ રીતે એક બાદ એક પ્રોજેકટ ગુજરાતને આપી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પણ રજતતુલા

19 તારીખે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખોડલધામ પહોંચ્યા હતા. જ્યાં ખોડલધામમાં મનસુખ માંડવિયાની રજત તુલા કરવામાં આવી હતી. 75 કિલો ચાંદીથી મનસુખ માંડવિયાની રજત તુલા કરાઈ હતી. તુલાના 75 કિલો રજત ખોડલધામને અર્પણ કરાયું હતું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સક્રીય થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વજુભાઈ વાળા બાદ પાટીદારો સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. માંડવિયા સાથેની બેઠકમાં લેઉવા અને કડવા પાટીદાર એકસાથે હોવાથી રાજકીય દ્રષ્ટીકોણની આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. કારણકે પરેશ ગજેરા, જેરામ પટેલ, મૌલેશ પટેલ હાજર રહ્યાં હતા. જેમાં તેમને પાટીદાર સમાજ વિશે મહત્વનું નિવેદન કર્યું હતું..

સંકળાયેલા મુદ્દાઓ

BJP CR patil Jain Samaj Vidhansabha Election 2022 જૈન સમાજ ભાજપ રજતતુલા સી.આર પાટીલ CR Patil

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ