બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / isro begins preparation for india 2nd mission to mars mangalyaan2 after nine years

મિશન મંગલયાન / સૂર્ય-ચંદ્ર બાદ હવે ISROનું Next Mission મંગળ, જાણો સંપૂર્ણ પ્લાનિંગથી લઇને કેવી છે તૈયારીઓ

Manisha Jogi

Last Updated: 08:32 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન મંગળ ગ્રહ પર વધુ એક અંતરિક્ષ યાન મોકલવા માટે તૈયાર છે. ઈસરો ફરી એકવાર 9 વર્ષ પછી મંગળયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

  • ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનનું મિશન ‘મંગળ’
  • મંગળ ગ્રહ પર વધુ એક અંતરિક્ષ યાન મોકલવા માટે તૈયાર
  • 9 વર્ષ પછી મંગળયાન મોકલવાની તૈયારી

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન મંગળ ગ્રહ પર વધુ એક અંતરિક્ષ યાન મોકલવા માટે તૈયાર છે. ઈસરોએ પહેલા પ્રયાસમાં આ લાલ ગ્રહની કક્ષામાં એક અંતિરિક્ષ યાનને સફળતાપૂર્વક સ્થાપિત કરીને ઈતિહાસ રચ્યો છે, હવે ફરી 9 વર્ષ પછી મંગળયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરોના અધિકારીઓએ જણાવ્યું છે કે, ભારતનું બીજુ માર્સ ઓર્બિટર મિશન-2 ચાર પેલોડ લઈ જશે. મીડિયા રિપોર્ટ અનુસાર મંગળયાન-2ના વૈજ્ઞાનિક ઉપકરણ મંગળ ગ્રહના વિભિન્ન પાસાઓનો અભ્યાસ કરશે. જેમાં આંતરગ્રહીય ધૂળ, મંગળ ગ્રહનું વાતાવરણ અને પર્યાવરણ શામેલ છે. 

આ તમામ વિકાસના વિભિન્ન ચરણો છે. 9 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બરના રોજ ભારતે પહેલા પ્રયાસમાં મંગળની કક્ષામાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ એક એવી ઉપલબ્ધિ હતી, જે કોઈપણ અંતરિક્ષ એજન્સીએ પ્રાપ્ત કરી નહોતી. મંગળયાન-2ના મિશન દસ્તાવેજ અનુસાર બીજુ માર્સ મિશન એક માર્સ ઓર્બિટ ડસ્ટ એક્સપરિમેન્ટ (MODEX), એક રેડિયો ઓકલ્ટેશન (RO) એક એનર્જેટીક આયન સ્પેક્ટ્રોમીટર (EIS) એક લૈંગમુઈર પ્રોબ અને ઈલેક્ટ્રિક ફીલ્ડ એક્સપરિમેન્ટ (LPEX) લઈ જશે. 

મંગળયાન-2ના મિશન દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે, MODEX મંગળ ગ્રહ પર વધુ ઉંચાઈ પર ધૂળની ઉત્પત્તિ, વિવરણ અને પ્રવાહને સમજવામાં મદદ કરશે. મંગળ ગ્રહ પર આંતરગ્રહીય ધૂળ કણોને અત્યાર સુધી માપવામાં આવ્યા નથી. આ ઉપકરણ હાઈપરવેલોસિટી (> 1 કિમી/ સેકેન્ડ) પર યાત્રા કરીને 100 NMથી કેટલાક માઈક્રોમીટર વિશે જાણકારી મેળવી શકે છે. જેથી મંગળ ગ્રહ પર ધૂળના પ્રવાહને સમજી શકાશે. જેના પરથી પુષ્ટી કરી શકાય છે કે, શું મંગળ ગ્રહની ચારે બાજુએ કોઈ વલય છે. ત્યાં રહેલ ધૂળ આંતરગ્રહીય છે કે ફોબોસ અથવા ડેમોસ (મંગળના બે ચંદ્રમા) પરથી આવી રહી છે. 

મંગળ ગ્રહના વાતાવરણમાં સોલાર એનર્જીના કણ અને સુપર થર્મલ સોલર વિન્ડ કણોની ઓળખ કરવા માટે એક EIS વિકસિત કરી રહી છે. પહેલુ મંગળ ઓર્બિટર મિશન ભારતની પહેલી આંતરગ્રહીય પહેલ હતી. જે 5 નવેમ્બર 2013ના રોજ ધ્રુવીય પ્રક્ષેપણ યાન (PSLV-C25) પરથી લોન્ચ કરવામાં આવ્યું છે. મંગળયાનને 6 મહિના માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. પરંતુ રિટાયર થતા પહેલા વર્ષ 2021માં કક્ષામાં 7 વર્ષ પૂર્ણ કર્યા હતા. પહેલા મંગળ મિશનમાં મંગળ ગ્રહની સપાટીઓની વિશેષતા, આકૃતિ વિજ્ઞાન, ખનિજ વિજ્ઞાન અને વાયુમંડળની સ્ટડી કરવા માટે 5 વૈજ્ઞાનિક પેલોડ હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ