બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / israel election results benjamin netanyahu wins comeback as pm pm modi congratulates

કમબેક / ઈઝરાયલમાં નેતન્યાહુની જોરદાર વાપસી: PM મોદીએ મિત્રને આપ્યા વધામણાં

Published By: Parth

Last Updated: 08:50 AM, 4 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલ જેવા તાકાતવાર દેશમાં ફરીવાર બેન્જામીન નેતન્યાહુની વાપસી થઈ છે, નેતન્યાહુની જીત દુનિયાભરમાં છવાયેલી છે અને પીએમ મોદી પણ તેમની જીતથી ખુશ દેખાઈ રહ્યા છે.

નેતન્યાહુની ધમાકેદાર વાપસી

ઈઝરાયલમાં ફરીથી દક્ષિણપંથી તાકાત સત્તા પર આવી છે, નેતન્યાહુના ગઠબંધન દળો દ્વારા બહુમત હાંસલ કરી લેવામાં આવ્યું છે જેમાં 120 સીટો માંથી 64 સીટ સાથે સરકાર બનવા જઈ રહી છે. સમગ્ર ઈઝરાયલમાં જશ્નનો માહોલ છે, ઈઝરાયલના નિવર્તમાન પ્રધાનમંત્રી લાપીડે હાર સ્વીકારી અને નેતન્યાહુને ફોન પર જીતની શુભકામના આપી.

ત્રણ વર્ષમાં પાંચ વખત થઈ ચૂંટણી

ઈઝરાયલમાં હવે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. જોકે નોંધનીય છે કે ઈઝરાયલમાં છેલ્લા ત્રણ વર્ષથી પરિસ્થિતિ ખરાબ છે, વારંવાર ગઠબંધન દળો સાથ છોડવાના કારણે ત્રણ જ વર્ષમાં પાંચ વખત ચૂંટણી કરવી પડી છે. દર વખતે ઈઝરાયલમાં નાની નાની પાર્ટી ભેગી થઈને સરકાર બનાવે છે. જોકે હવે આશા છે કે નેતન્યાહુ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. 

નેતન્યાહુ કાર્યકાળ પૂરો કરે તેવી આશા
નોંધનીય છે કે વર્ષો સુધી ઈઝરાયલના પીએમ પદ પર રહ્યા બાદ વર્ષ 2021માં નેતન્યાહુની સાથી પાર્ટીઓએ તેમને સત્તાથી બહાર કર્યા હતા.  નેતન્યાહુ સતત 12 વર્ષ સુધી અને કુલ 15 વર્ષ સુધી દેશની સત્તા પર રહ્યા છે.  

PM મોદી નેતન્યાહુને આપી શુભકામના 

 

PM મોદીએ સત્તા પરથી દૂર થઈ રહેલા PM ને કહ્યું થેન્ક યુ 

સંકળાયેલા મુદ્દાઓ

Benjamin Netanyahu Israel PM modi પીએમ મોદી બેન્જામિન નેતન્યાહુ Israel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ