બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / યુદ્ધવિરામ બાદ પણ ઇઝરાયલનો લેબનાન પર ફરી અટેક, 16ના મોત

વિશ્વ / યુદ્ધવિરામ બાદ પણ ઇઝરાયલનો લેબનાન પર ફરી અટેક, 16ના મોત

Nirav Kumar

Last Updated: 11:14 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન વોર બાદ થયેલા શાંતિ કરાર થોડા સમય બાદ તૂટી ગયો હોય તેમ લાગે છે, કેમ કે, ઇઝરાયલે ફરીથી લેબનોન પર બોમ્બમારો કરીને હુમલો કર્યો છે. જેમાં 16 લોકો માર્યા ગયા છે.

યુદ્ધવિરામના થોડા કલાકો બાદ ઇઝરાયલે ફરીથી લેબનોન પર બોમ્બમારો કર્યો છે જેમાં 16 લોકો માર્યા ગયા છે. જેમાં ઇઝરાયલે જણાવ્યું હતું કે આ હુમલા હિઝબુલ્લાહ દ્વારા છોડવામાં આવેલા રોકેટના જવાબમાં હતા પરંતુ હિઝબુલ્લાહે આ વાતનો ઇનકાર કર્યો હતો. લેબનોનની સ્ટેટ સમાચાર એજન્સી, NNA મુજબ ઇઝરાયલી લડાકુ વિમાનો અને ડ્રોન દ્વારા સાઉથ લેબનોન અને બેકા વેલીના અનેક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

  • હિઝબુલ્લાહ સામે કાર્યવાહી

સાઉથ લેબનોનના ટાયર જિલ્લાના બારિશ શહેરમાં ત્રણ માળની રહેણાંક ઇમારત પર થયેલા હુમલામાં એક પિતા, માતા અને તેમના બે બાળકો માર્યા ગયા હતા. લેબનોની સેનાએ આરોપ લગાવ્યો હતો કે ઇઝરાયલી હુમલામાં તેનો એક સૈનિક પણ માર્યો ગયો છે અને કહ્યું છે કે આવી કાર્યવાહીથી પ્રદેશમાં સ્થિરતા રિસ્ટોર કરવાના પ્રયાસોને નુકસાન થાય છે.

આ અંગે ઇઝરાયલી લશ્કરી અધિકારીએ દાવો કર્યો હતો કે, હિઝબુલ્લાહે શુક્રવારે રાત્રે સાઉથ લેબનોનમાં તૈનાત ઇઝરાયલી દળો પર 50 થી વધુ રોકેટ છોડ્યા હતા જેના કારણે હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલા થયા છે. પણ હિઝબુલ્લાહે આ હુમલાઓની જવાબદારી સ્વીકારી નથી.

શુક્રવારથી યુએસ-મધ્યસ્થી યુદ્ધવિરામ અમલમાં આવ્યુ છે. જેમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ બંનેએ આની પુષ્ટિ કરી હતી પરંતુ યુદ્ધવિરામ બાદના દિવસે ફાટી નીકળેલી હિંસાએ તેની સ્થિરતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ હુમલાને અમેરિકા અને ઈરાન વચ્ચેના તાજેતરના ઈંટરીમ એગ્રીમેન્ટ માટે પડકાર તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. કેમ કે તે એગ્રીમેન્ટની મુખ્ય શરત લેબનોનમાં સંઘર્ષનો અંત છે.

hiring vtv 1
  • હિઝબુલ્લાહની ચેતવણી

હિઝબુલ્લાહના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઇઝરાયલી ફોર્સ લેબનીઝ રીઝનમાં હાજર રહેશે ત્યાં સુધી રેઝિસ્ટન્સ રહેશે. આ સંગઠન ઇઝરાયલને રહેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપશે નહીં. તેમને જણાવ્યું હતું કે ઇઝરાયલ હજુ પણ લેબનીઝ પ્રદેશના કેટલાક ભાગો પર કબજો કર્યો છે.

ઇઝરાયલી સૈન્યના અરબી ભાષાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જો હિઝબુલ્લાહ તેની હોસ્ટાઈલ એક્ટિવિટી અને કરારોનું ઉલ્લંઘન બંધ કરે તો શાંતિ જાળવી શકાય છે. તેમને જણાવ્યું હતું કે ઇઝરાયલની લશ્કરી હાજરીનો હેતુ નાગરિકોને નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ સુરક્ષા જોખમોને દૂર કરવાનો અને હિઝબુલ્લાહના લશ્કરી માળખાને તોડી પાડવાનો છે.

વધુ વાંચો : ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર લગાવ્યો પ્રતિબંધ, તેહરાનની અમેરિકાને સીધી ચેતવણી

  • અત્યાર સુધી 4 હજારના મોત

લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2 માર્ચથી ઇઝરાયલી હુમલાઓમાં મહિલાઓ, બાળકો અને મેડિકલ કર્મચારીઓ સહિત 3912 લોકો માર્યા ગયા છે. આ દરમિયાન ઇઝરાયલી અધિકારીઓ કહે છે કે, તાજેતરના સંઘર્ષમાં 32 સૈનિકો અને 4 નાગરિકો માર્યા ગયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Israel Iran War Lebanon
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ