બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 03:09 PM, 31 March 2021
ADVERTISEMENT
તમે મેસેજ કે ઇન્કમટેક્સની વૅબસાઇટની મદદથી આસાનીથી પોતાના પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકો છો.
ADVERTISEMENT
જો તમે પોતાના પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યુ છે પણ તેનુ સ્ટેટસ ખબર નથી અને તમે જાણવા ઇચ્છો છો કે લિંક થઇ ગયુ કે નહી તો તેની પણ એક રીત છે. જેના દ્વારા જાણી શકાય છે કે તમારુ પાન કાર્ડ આધાર સાથે લિંક થઇ ગયુ છે.
કેવી રીતે તપાસ કરશો
ચૅક કરવા માટે તમારે ઇન્કમટેક્સની વૅબસાઇટ https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html ને ઓપન કરવી પડશે. તેને ઓપન કર્યા બાદ તમને બે બોક્સ દેખાશે. જેના એક બોક્સમાં તમારે તમારો આધાર નંબર નાંખવાનો રહેશે અને બીજા બોક્સમાં પેન નંબર માંગશે. તેમાં પાન નંબર નાંખીને વ્યુ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો.
તેના પર ક્લિક કરવાથી તમારુ આધાર કાર્ડ પાન સાથે લિંક થઇ ગયુ છે તો તમને સક્સેસનો મેસેજ આવશે. જો આધાર અને પાન લિંક નથી થયા તો તમને તે પ્રકારે સ્ટેટસ બતાવવામાં આવશે. તેનાથી તમે જાણી શકશો કે આ કારણે તમારુ પાનકાર્ડ લિંક નથી થયુ.
જો પાન અને આધાર લિંક નથી તો તમે તેને ફરીથી લિંક કરવાની રિકવેસ્ટ નાંખી શકો છો. તેના માટે તમારે ઇન્કટેક્સની વૅબસાઇટ પર જઇને પણ લિંક કરી શકો છો. SMSથી PAN અને આધાર લિંક કરવા માટે UIDPAN <12 ડિજીટ આધઆર નંબર> <10 digit PAN> ટાઇપ કરીને 567678 કે 561561 પર મોકલી દો
જે લોકોએ પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યુ તે લોકો 31 માર્ચ પછી લિંક કરાવશે તો તેમને 1000રૂપિયા સુધી લેટ ફાઇન ભરવો પડી શકે છે. તે સિવાય PAN ડિએક્ટિવેટ પણ થઇ શકે છે અને બેન્કના કામ અટકી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.