બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / રસોઈ બનાવવાનું તેલ ખરાબ તો નથી થઇ ગયું ને? આ પાંચ રીતે કરો ચેક
Last Updated: 01:13 PM, 9 January 2025
રસોઈ બનાવવા માટે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ઓલિવ (જૈતુન) ઓઇલ ખૂબ જ લોકપ્રિય રસોઈનું તેલ છે. આ તેલમાં અનેક ગુણો હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ તેલે લોકોનું ખૂબ જ ધ્યાન ખેંચ્યું છે. ઓલિવ ઓઈલ એક હર્બલ તેલ છે જેનો ઉપયોગ વાળ અને ત્વચા પર પણ થાય છે. તેની સુગંધ પણ ખૂબ સારી હોય છે. પરંતુ તમે જાણો છો કે રસોડામાં રહેલું આ તેલ બગડી પણ શકે છે. ચાલો જાણીએ કે તેલ ખરાબ થઈ ગયું છે કે નહીં તેની આપણને કેવી રીતે ખબર પડે? આજે તેની રીત સમજીશુ.
ADVERTISEMENT
જો તમને તેલમાંથી અજીબ ગંધ આવે કે પછી ઓગળેલા મીણ અથવા ક્રેયોન રંગ જેવું દેખાય તો સમજી જવું કે, આ તેલ બગાડવા લાગ્યું છે. સારા ઓલિવ ઓઈલમાં હળવી, ફ્રુટી અને હર્બ જેવી સુગંધ હોય છે. જો તેલ લાંબા સમય સુધી સંગ્રહિત હોય અને બાદમાં ઉપયોગમાં લેવામાં આવે તો પહેલા તેને સૂંઘીને ચેક કરો.
ADVERTISEMENT
ઓલિવ ઓઈલનો સ્વાદ સંતુલિત હોય છે. જે ચીકણો તીખો અને થોડી સરળ, થોડો કડવા જેવો હોય છે. જ્યારે તે ખરાબ થાય છે, ત્યારે તેનો સ્વાદ પણ બદલાય છે. તેમાંથી ચીકણી કે વાસી સુગંધ આવે છે. જેથી સમજી જવું કે, આ તેલ ખરાબ થઈ રહ્યું છે. રાંધતા પહેલા આ તેલને થોડું ચાખી લેવું.
જો ઓલિવ ઓઈલનો રંગ પીળો કે મેલા જેવો દેખાવા લાગે તો તે તેલ બગડી ગયું હોવાનો સંકેત હોઈ શકે છે. તાજું ઓલિવ ઓઈલ સામાન્ય રીતે આછા લીલા રંગનું અને આછા પીળા લીલા મિક્સ રંગનું હોય છે.
ઓલિવ ઓઈલમાં હંમેશા ચિકણાઈ હોય છે જે રૂમ ટેમ્પ્રેચર પર સામાન્ય રહે છે. જો તેલ બગડવાનું શરૂ કરે તો તે ચીકણુ અને જાડું દેખાવા લાગે છે. જેનો અર્થ એ થાય કે બહારની હવાના સંપર્કમાં આવવાથી આ તેલ બગડવાનું શરૂ થઈ ગયું છે.
તમારે તેલની એક્સપાયરી ડેટ તપાસતા રહેવું જોઈએ. ઘણી વાર તેલ ઘરમાં જ રહે છે પણ આપણે તે વાતની ખાતરી કરવાનું ભૂલી જઈએ છીએ કે બોટલ પર તેની મેન્યુફેક્ચર અને એક્સપાયરી ડેટ લખેલી છે કે નહીં. તમારે આ તેલ ખરીદ્યા બાદ 3 થી 6 મહિનાની અંદર તેનો ઉપયોગ કરવો જોઈએ. ધ્યાનમાં રાખો કે બોટલોમાં જે તેલ પર લાંબી એક્સપાયરી ડેટ લખેલી હોય છે તે ઓરીજનલ ઓલિવ ઓઈલ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT