બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનો 53 વર્ષ જુનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે, AMC કમિશનરે કર્યું એલાન

ગુજરાત / અમદાવાદનો 53 વર્ષ જુનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે, AMC કમિશનરે કર્યું એલાન

Vishal Khamar

Last Updated: 06:25 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનો સુભાષબ્રિજ હવે સંપૂર્ણ તોડી પાડવામાં આવશે. બ્રિજ રિપેરિંગ કામગીરી સમયે પીલ્લરમાં તિરાડો દેખાતા એજન્સીઓના રિપોર્ટ થયા જેમાં બ્રિજ તોડી નવો બનાવવા અભિપ્રાય કરાયો છે.

સુભાષબ્રિજ મામલે વધુ એક વાર અમદાવાદ મહાનગરપાલિકા ની બેદરકારી સામે આવી છે ..બ્રિજ ની કામગીરી 5 મહિના ચાલ્યા બાદ હવે બ્રિજ ને સંપૂર્ણ તોડી પાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષબ્રિજ ના હયાત બ્રિજ ના સ્પાન સહિત પીલ્લર ને પણ તોડી પાડવામાં આવશે .બ્રિજ માં રિપેરિંગ કામ સમયે પીલ્લર માં તિરાડો જોવા મળી હતી. જે મમ્મતે આઈઆઈટી રુરકી અને ગાંધીનગર પાસે રિપોર્ટ કરાવવામાં આવતા એજન્સી દ્વારા હયાત બ્રિજ ને સંપૂર્ણ તોડી નવો બનાવવા અભિપ્રાય આપવામાં આવ્યો છે.

હયાત બ્રિજને તોડી પાડવા મામલે મ્યુ કમિશનર બંછાનિધિ પાની એ જણાવ્યું હતું કે બ્રિજ ના પીલ્લર માં તિરાડો જોવા મળી છે..IIT રૂડકી એજન્સી દ્વારા બ્રિજ મામલે અભિપ્રાય આપવામાં આવ્યો છે. બ્રિજ ના પીલ્લર ને તોડવા માટે કન્સલ્ટન્સી દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે ..સુભાષબ્રિજ ના પીલ્લર 53 વર્ષ જૂના હોવાથી પીલ્લર ને પણ નવા બનાવવા અભિપ્રાય મળ્યો છે. જો બ્રિજ ના સ્પાન અને પિલર નવા બને તો તેનું આયુષ્ય 100 વર્ષ સુધી ચાલી શકે છે. પીલ્લર અને સ્પાન બંને નવા બનશે તો નવા બ્રિજ ની સ્ટ્રેંધન બધું મજબૂત બનશે.

અગાઉ સુભાષબ્રિજ ને રિપેર કરી નવો બ્રિજ બનાવવા રૂ 236 કરોડ નું ટેન્ડર કરવામાં આવ્યું હતું જો કે હવે આખો બ્રિજ તોડી નવો બનાવવા માટે ખર્ચ પણ વધશે. ઉપરાંત જે બ્રિજ 9 મહિનામાં રિપેર થવાનો હતો તે હવે દોઢ વર્ષે થશે જેના કારણે અમદાવાદીઓ ને ટ્રાફિક ની સામનો કરવો પડશે ..નાગરિકો જણાવ્યું કે વધતા પેટ્રોલ ના ભાવ ને કારણે વાડજ થી ફરી ને પૂર્વ વિસ્તાર કે એરપોર્ટ સુધી પહોંચવામાં વાર લાગે છે. હજુ જો સમય લાગશે તો હેરાનગતિ વધશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં નકલી પ્લાઝમા : શું હોય છે, શરીર માટે કેટલું જરુરી, જાણો બધી વાતો ડો. યોગેશ ગુપ્તા પાસેથી

સુભાષબ્રિજ સવાલ ઊભો થાય છે કે જે સમયે બ્રિજ ની રિપેરિંગની કામગીરી એજન્સી રિપોર્ટ થી કરી તો તે સમયે પીલ્લર મામલે રિપોર્ટ નહોતા મળ્યા ? 5 મહિના કામ થયા બાદ હવે અચાનક રિપોર્ટ ક્યાં થી આવ્યો ?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Subhash Bridge Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ