બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ઉત્તરાયણ પર ગુજરાતીઓની ફેવરિટ સોફ્ટ ચિક્કી બનાવવાની રેસીપી, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે

રેસીપી / ઉત્તરાયણ પર ગુજરાતીઓની ફેવરિટ સોફ્ટ ચિક્કી બનાવવાની રેસીપી, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે

Last Updated: 12:40 PM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણને આડે હવે માત્ર 4 દિવસ જ છે ત્યારે મકરસંક્રાતિના તહેવાર પર જો ગુજરાતી ચિક્કી ના ખાધી તો તહેવારની ઉજવણી અધૂરી ગણાય છે. જો તમે પણ આ ઉત્તરાયણ પર સૉફ્ટ ચિક્કીનો આનંદ ઘરે લેવા માંગતા હોય તો નોટ કરી લો આ રેસીપી.

મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવતાની સાથે જ દરેક ઘરમાં તલ, ગોળ અને મગફળીમાંથી બનેલી ચીક્કી બનાવવાની શરૂઆત થઈ જાય છે. આમ તો ભારતભરમાં ચિક્કી બનાવવાની પદ્ધતિ અલગ છે ત્યારે ખાસ ગુજરાતમાં મગફળીની ચીક્કી બનાવવા માટે એકદમ અલગ પદ્ધતિ અપનાવવામાં આવે છે. મગફળીને પીસીને બનાવેલી ચીક્કી ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ હોય છે. તો આ વખતે તમે પણ ઘરે આ સરળ ગુજરાતી પદ્ધતિની મગફળીની ચીક્કી જરૂરથી ટ્રાય કરજો.

મગફળીની ચિક્કી માટે જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ મગફળી
  • 1 કપ ગોળ
  • 1 કપ દૂધ
  • 8-10 નંગ કાજુ
  • 1 કપ દૂધનો પાવડર

વધુ વાંચો: કેન્સરથી બચવું હોય તો દૂધને ડાયટમાં સામેલ કરો, રિચર્સમાં મોટો ખુલાસો, માત્રા પણ જણાવી

મગફળીની ચિક્કી બનાવવાની રીત

  • સૌથી પહેલા મગફળીને સરખી રીતે ડ્રાય રોસ્ટ કરી લો અને તેના ફોતરાં કાઢી લો.
  • હવે ગ્રાઈન્ડરમાં આ શેકેલા સીંગદાણા લઈ લો તેમ એક કપ દૂધનો પાવડર અને 8-10 કાજુ નાખીને બધુ એકસાથે પીસીને ભુક્કો કરી લો.
  • હવે એક પેનમાં દૂધ ઉકાળી લો અને ગેસને બંધ કરી દો.
  • હવે ઉકળેલા દૂધમાં ગોળ ઉમેરીને તેને હલાવતા જાઓ. ગોળ પૂરી રીતે દૂધમાં ઓગળી જવો જોઈએ.
  • હેવ ફરી ગેસને ઓન કરીને આ દૂધમાં સીંગદાણા અને કાજુનો ભૂકો ઉમેરી દો.
  • હવે તેને સરખી રીતે ચમચાથી હલાવો પેનમાં ચોંટે નહિ તે માટે તેને હલાવતા રહો.
  • બધુ સરખું મિક્સ થઈ જાય એટલે એક થાળીમાં કે ટ્રેમાં ઘી લગાવી લો અને મિશ્રણને તેમાં પાથરી દો.
  • ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરો.
  • તેને તમારા ગમતા ચોરસ કે ત્રિકોણ આકારમાં કાપી લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Makar Sankranti Peanut Chikki Groundnut Chikki
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ