બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Is there a Vastu defect in the house? Just follow these 4 remedies

ધર્મ / મકાનમાં છે વાસ્તુ દોષ? તો એમાં કંઇ તોડફોડ કરવાની જરૂર નથી, બસ અપનાવો આ 4 ઉપાય

Published By: Sanjay Vibhakar

Last Updated: 09:18 AM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: ઘરનો વાસ્તુ દોષ ઠીક કરવા માટે કોઈ તોડફોડ કરવાની જરૂર નથી. આ ઉપાય કરવાથી તોડફોડ વગર વાસ્તુ દોષ દૂર થશે.

  • વહેતી નદીનું ચિત્ર લગાવો
  • રસોડામાં લાલ બલ્બ લગાવો 
  • શનિ યંત્રની સ્થાપના કરવી

ઘરમાં વાસ્તુ દોષ હોય તો જીવનમાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. વાસ્તુ દોષનાં કારણે ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કારકિર્દીમાં સમસ્યાઓ જોવા મળે, વ્યાપારમાં અસફળતા મળી શકે અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં અમુક સરળ ઉપાયો આપેલા છે. આ ઉપાયથી ઘરમાં તોડફોડ વગર જ વાસ્તુ દોષ દૂર થઈ જશે. જાણો આ ઉપાયો વિશે. 

ચાર સરળ ઉપાયથી વાસ્તુ દોષ દૂર થશે 

આ ચિત્રને ઉત્તર-પૂર્વ ખૂણામાં મૂકો
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરનાં ઉત્તર-પૂર્વ ખૂણાને સક્રિય કરવો પડશે. આ દિશામાં ઉગતા સુરજ, ઉડતા પક્ષીઓ અથવા વહેતી નદીનું ચિત્ર લગાવો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 

રસોડામાં લાલ બલ્બ લગાવો 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનું રસોડુ ખોટી જગ્યાએ બનેલું હોય તો તમે રસોડાનાં અગ્નિ ખૂણામાં લાલ બલ્બ લગાવી શકો છો. આ સાથે તેને સવાર-સાંજ ચાલુ પણ કરવો જોઈએ. આવું કરવાથી રસોડાનું વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે. 

વાંચવા જેવું: માનસિક તણાવ, ડાયરિયા જેવી બીમારીઓ ઘર કરી ગઇ છે? તો ભૂલથી પણ આ વાસ્તુદોષને મજાકમાં ન લેતા!

શનિ યંત્ર સ્થાપના 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનાં પશ્ચિમ ખૂણામાં કોઈ વાસ્તુ દોષ હોય તો આ દિશામાં શનિ યંત્રની સ્થાપના કરવી જોઈએ. 

ભગવાન ગણેશની મૂર્તિ અથવા મની પ્લાન્ટ લગાવો
ઘરના અગ્નિ કોણમાં વાસ્તુ દોષ હોય તો આ દિશામાં ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર લગાવવું જોઈએ. તમે આ દિશામાં મની પ્લાન્ટ પણ લગાવી શકો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નહીં આવે. પરિવારમાં પ્રેમની ભાવના વધશે. નોકરી અને વ્યવસાયમાં પણ તમને જલ્દી જ સફળતા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Vastu Dosh Upay Vastu Shastra જ્યોતિષ શાસ્ત્ર વાસ્તુ દોષ ઉપાય વાસ્તુ શાસ્ત્ર ટીપ્સ Dharma

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ