બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Is the government reducing the number of teachers?

મહામંથન / શું સરકાર શિક્ષકોની સંખ્યા ઘટાડી રહી છે? એક દાવાથી મચ્યો હડકંપ, મહેકમ પર આરપાર

Vishal Khamar

Last Updated: 09:30 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષકોના મહેકમનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો છે. પ્રાથમિક શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયાનો દાવો કર્યો છે. પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની બદલીના નિયમો અંગે પણ ચર્ચા છે. ગુજરાતમાં શિક્ષણના સ્તર સામે સવાલ ઉઠાવાયા છે. શિક્ષણ વિભાગ મંત્રીનું માનતો ન હોવાનો આરોપ પણ છે. ધારાસભ્ય તરફથી પૂછાયેલા પ્રશ્નનના જવાબમાં વિસંગતતા જોવા મળે છે.

એક મા માટે આપણે હંમેશા એવું કહીએ છીએ કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. અત્યારે એવું લાગે છે કે ગુજરાતમાં કદાચ આવનારા વર્ષોમાં શિક્ષકને બદલે બાળકોએ ઓછામા ઓછુ પ્રાથમિક શિક્ષણ તો એની મા પાસે જ ભણવું પડશે. થોડા કટાક્ષ સાથે શરૂ થયેલી આ વાતના મૂળ ઉપર આવીએ. મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો હતો જેમાં આંકડાઓના માધ્યમથી એવું કહેવામાં આવ્યું કે રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ સરકારે ઘટાડી નાંખ્યું છે. 2 લાખ 45 હજાર આસપાસનું જે મહેકમ હતું તે હવે 2 લાખ 3 હજાર જેટલું કરી નાંખ્યુ છે. 

  • શિક્ષકોના મહેકમનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો
  • પ્રાથમિક શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયાનો દાવો
  • પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ

કદાચ સામાન્ય માણસ અતિશય દીર્ઘદ્રષ્ટિ ન ધરાવતો હોય તો એટલું ચોક્કસ છે કે શિક્ષકોનું મહેકમ ઘટાડવું કદાચ આવનારા દિવસોમાં શાળાની ઘટની શરૂઆત પણ હોય શકે છે. પ્રાથમિક શિક્ષણ એ કોઈપણ બાળક માટે ઘડતરની દ્રષ્ટિએ સૌથી અગત્યનો તબક્કો છે. આવા તબક્કે મળતું શિક્ષણ તો સર્વાંગ સંપૂર્ણ ન હોય તો તેની આપૂર્તિ ભવિષ્યમાં નહીં થઈ શકે. મોટેભાગે સરકારની એ જવાબદારી હોય છે કે તેઓ કોઈ નીતિ ઘડે એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને હોય ત્યારે શિક્ષકોનું ઘટાડેલું મહેકમ એ સવાલ પૂછવા ચોક્કસ પ્રેરે છે કે શું ખરેખર સરકાર શિક્ષકોની સંખ્યા ઘટાડી રહી છે?

ગુજરાતમાં શિક્ષણના સ્તર સામે સવાલ ઉઠાવાયા
શિક્ષણ વિભાગ મંત્રીનું માનતો ન હોવાનો આરોપ
ધારાસભ્ય તરફથી પૂછાયેલા પ્રશ્નનના જવાબમાં વિસંગતતા

ગુજરાત મુદ્દે લોકસભામાં જવાબ

 

પ્રાથમિક શિક્ષકનું મંજૂર મહેકમ

2 લાખ 4 હજાર 245

મંજૂર મહેકમ સામે ભરતી

1 લાખ 81 હજાર 524

ઘટ

22 હજાર 721

 

 

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ

 

પહેલા

2.43 લાખ

હવે

2.03 લાખ

વિધાનસભામાં કોંગ્રેસનો દાવો કર્યો છે.  પ્રાથમિક શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું. પ્રાથમિક શિક્ષકોનું મહેકમ 45 હજાર જેટલું ઘટાડી દેવાયું છે. હાલ પ્રાથમિક શિક્ષકોનું મહેકમ 2.3 લાખ જેટલું છે. HTAT શિક્ષકોની બદલીના કોઈ નિયમો નથી.

અન્ય રાજ્યોની સાપેક્ષે ગુજરાત ક્યાં?

પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની ઘટના મુદ્દે ગુજરાત 10માં ક્રમે છે.  માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની ઘટમાં ગુજરાત 15માં ક્રમે છે.  પ્રાથમિક સ્તરે મહારાષ્ટ્ર, ગોવા, કેરળમાં શિક્ષકોની શૂન્ય ઘટ છે.  યુપી, બિહાર, રાજસ્થાનમાં શિક્ષકોનું મહેકમ ગુજરાત કરતા વધુ છે.  ગુજરાતમાં હાલ 2.03 લાખનું મહેકમ જ્યારે રાજસ્થાનમાં 2.22 લાખનું મહેકમ છે. 

આમા ભણવું કઈ રીતે?
રાજ્યમાં 1 ઓરડો ધરાવતી 341 શાળા છે.  સરકારે ઓરડાની ઘટ હોવાનું સ્વીકાર્યું છે.  સરકારે તર્ક આપ્યો કે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. કેટલાક ઓરડા જર્જરીત હોવાથી બંધ કરી દેવાયા છે. સરકારે એમ પણ કહ્યું કે વધુ ઓરડા માટે જમીન ઉપલબ્ધ નથી. 55 હજાર શાળામાં મેદાન નથી.

આ રીતે પાયો પાકો નહીં થાય

ધોરણ 1 થી 5માં સૌથી વધુ શિક્ષકની ઘટ છે.  ધોરણ 6 થી 8માં અંગ્રેજી, ગણિતના 5 હજાર જેટલા શિક્ષકોની ઘટ છે.  રાજ્યની 1606 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. રાજ્યની 22 શાળાઓમાં વીજળી નથી. 2020-21માં 14 જિલ્લા એવા હતા જ્યાં એક પણ નવો ઓરડો બન્યો  ન હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Mahamanthan Teachers Teachers' Association gujarat ગુજરાત ઘટ્યું મહામંથન મહેમક શિક્ષકો Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ