બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઉનાળામાં પંખો આપી રહ્યો છે ગરમ હવા? લટકાવો આ વસ્તુ, AC વગર પણ રૂમ થઇ જશે કુલ

તમારા કામનું / ઉનાળામાં પંખો આપી રહ્યો છે ગરમ હવા? લટકાવો આ વસ્તુ, AC વગર પણ રૂમ થઇ જશે કુલ

Nirav Kumar

Last Updated: 03:09 AM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કરોડો લોકોના ઘરે AC નથી આથી ઉનાળાની ગરમીમાં તેઓ પંખાનો ઉપયોગ કરે છે. પણ અમુકવાર પંખા ગરમ હવા આપવાનું કામ કરતા હોય છે. જો તમે પણ આ સમસ્યાને ફેસ કરી રહ્યા હોવ તો આજે તેને દુર કરવાની રીત જાણીશું.

હાલમાં દેશભરમાં ખુબ ગરમી પડી રહી છે. જેમાં અમુક રાજ્યોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આ ગરમીમાં છતના પંખા પણ ઘણીવાર ઠંડી હવાને બદલે ગરમ હવા આપે છે. આનું કારણ પંખા ગરમ રૂમમાંથી ગરમ હવા સર્ક્યુલેટ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે AC ના ભારે વીજળી બિલ વગર પણ તમારા પંખાને સુપર કૂલ બનાવી શકો છો? તમને અહીંયા અમુક સરળ ઘરગથ્થુ રીતો જણાવીશું છે જે તમારા સામાન્ય પંખાને પણ ઠંડી અને કમ્ફર્ટેબલ બનાવશે.

  • ભીના ટુવાલ કે ગમછાનો ઉપયોગ

જો તમારી પાસે ટેબલ ફેન હોય તો તેની સામે ભીનો અને ઠંડો ટુવાલ લટકાવો. આ ઇવોપોરેટીવ કુલીંગના સિદ્ધાંત પર કામ કરે છે, જ્યાં પાણીનું બાષ્પીભવન હવાનું તાપમાન ઘટાડે છે જેનાથી હવા ભેજવાળી અને ઠંડી બને છે.

  • બરફની બોટલ

બે પ્લાસ્ટિક બોટલને પાણીથી ભરો અને તેને ફ્રીઝરમાં ફ્રીઝ કરો. હવે આ થીજી ગયેલી બોટલોને પંખાની સામે મૂકો. જ્યારે પંખો ચાલશે ત્યારે આ બોટલોની ઠંડીને કારણે હવા ઠંડી થઈ જશે. તમે ઠંડા પાણીની બોટલને ઠંડુ કર્યા વગર મૂકીને પણ ઠંડી હવા મેળવી શકો છો.

VTV DIGITAL
  • મીઠું અને બરફ

એક બાઉલમાં બરફ અને થોડું મીઠું મિક્સ કરો અને તેને સીધા પંખા સામે મૂકો. મીઠું બરફને ઝડપથી ઓગળતો અટકાવશે અને પંખા આગળથી બર્ફીલી હવા ખેંચશે.

  • પંખાની દિશા

ઉનાળામાં છતના પંખાને કાઉન્ટર કલોકવાઈઝ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમ કે આ હવાને સીધી નીચે તરફ ધકેલે છે જેનાથી ઠંડકની અસર થાય છે.

વધુ વાંચો : પંખા, કુલર ચાલુ હોય તો પણ તપે છે રૂમ? આ ટ્રીકથી ઠંડો થઇ જશે રૂમ

  • ક્રોસ વેન્ટિલેશન

સાંજે બારીઓ અને દરવાજા ખોલો. આ સિવાય બારી પાસે પંખો મૂકો જેથી તે બહારથી ઠંડી હવા ખેંચી શકે અને રૂમમાંથી ભેજ દૂર કરી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Summer Fans Wet Towel
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ