બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / is it healthy to eat bananas with milk together
Vikram Mehta
Last Updated: 07:53 AM, 28 November 2023
ADVERTISEMENT
કેળા અને દૂધ આ બે એવી વસ્તુઓ છે, જેનું પૂજા પાઠ અને વ્રત દરમિયાન સેવન કરવામાં આવે છે. કેળા અને દૂધને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. અનેક લોકો કેળા અને દૂધનું એકસાથે સેવન કરે છે. માનવામાં આવે છે કે, આ બે વસ્તુ એકસાથે ખાવાથી શરીર મજબૂત બને છે. આયુર્વેદ અનુસાર કેટલાક લોકોએ દૂધ અને કેળાનું એકસાથે સેવન ના કરવું જોઈએ. નહીંતર પાચનતંત્રને ગંભીર નુકસાન થાય છે અને શરીર માટે ઝેરનું કામ કરે છે તથા પેટમાં ગેસ બનવા લાગે છે.
કોણે કેળા અને દૂધ ના ખાવા જોઈએ?
ADVERTISEMENT
અસ્થમા
અસ્થમાના દર્દીઓએ કેળા અને દૂધ એકસાથે ના ખાવા જોઈએ. નહીંતર પરેશાની વધી શકે છે, ઉપરાંત કફની સમસ્યા પણ થઈ શકે છે.
પાચન-
પેટ સંબંધિત સમસ્યા હોય તો કેળા અને દૂધ એકસાથે ના ખાવા જોઈએ. આ પ્રકારે કરવાથી પેટમાં પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે, જેના કારણે શરીરને નુકસાન થાય છે.
સાઈનસ-
સાઈનસના દર્દીઓએ ભૂલથી પણ કેળા અને દૂધ એકસાથે ના ખાવા જોઈએ. આ પ્રકારે કરવાથી શરીરમાં એલર્જી અને કફની સમસ્યા થઈ શકે છે. જે લોકોને એલર્જી હોય તેમણે બિલ્કુલ પણ કેળા અને દૂધનું સાથે સેવન ના કરવું જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.