ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / Irfan Pathan Says He And 100 Other Cricketers Asked To Leave Jammu And Kashmir
ADVERTISEMENT
પૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાણની સાથે જમ્મૂ-કાશ્મીર એસોસિયેશન સપોર્ટ સ્ટાફને પણ જલ્દીથી ઘાટી છોડવા માટેનો આદેશ આપી દીધો છે. જમ્મૂ-કાશ્મીર ટીમના મેન્ટર પઠાણ, કોચ મિલાપ મેવાડા અને ટ્રેનર સુદર્શન વીપીને સાથે જ તમામ સિલેક્ટર્સ જે ઘાટીની નથી તેમને રવિવારે શહેર છોડવાનું કહી દેવામાં આવ્યુ છે.
ADVERTISEMENT
Both, my mind & heart are still back in Kashmir with Indian army & Indian Kashmiri brothers and sisters... #Kashmir #KashmirUnderThreat
— Irfan Pathan (@IrfanPathan) August 4, 2019
ADVERTISEMENT
એક ન્યૂઝ એજન્સી સાથે કરેલી વાતચીત અનુસાર ઇરફાન પઠાણ અનુસાર, ''અમારે કેમ્પને બંધ કરી દેવામાં આવ્યો છે અને ક્રિકેટરોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. કેમ્પ 14 જૂનથી શરૂ થયુ અને 14 જૂલાઇ સુધી ચાલશે. 10 દિવસના બ્રેક પછી 25 જૂલાઇના ફરી કેમ્પ શરૂ થયો. શનિવારના લગભગ 100 ક્રિકેટરોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ મેચ 31 જૂલાઇથી શરૂ થશે અને 17 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લા ક્રિકેટરો સિલેક્શન માટે આ મેચનું આયોજન કરવામાં આવ્યુ છે.''
ADVERTISEMENT
34 વર્ષના પઠાણે ગત વર્ષે જૂલાઇમાં જમ્મૂ-કાશ્મીર ક્રિકેટ ટીમના કેપ્ટન મેન્ટોર-કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેણે જણાવ્યુ કે, ''સપોર્ટ સ્ટાફને પણ રાજ્ય ખાલી કરવામાં માટે કહ્યુ છે.''
તમને જણાવી દઇએ કે, નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમ્મૂ-કાશ્મીર પ્રશાસને શુક્રવારે એક એડવાઝરી જારી કરી હતી. જેમાં પ્રવાસી અને અમરનાથ યાત્રાઓ પર ગયેલા શ્રદ્ઘાળુઓને જલ્દીથી ઘાટીની બહાર જવા માટે કહેવામાં આવ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ