બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL all time great team announced MS Dhoni became the captain Rohit Sharma is out

ક્રિકેટ / IPLની ઓલટાઈમ ગ્રેટ ટીમનું એલાન: ધોની કેપ્ટન, આ ગુજરાતી ખેલાડી છવાયો પણ રોહિત શર્માનું નામ નહીં

Megha

Last Updated: 12:58 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિટમેન કે કિંગ કોહલીને નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન એવા મહેન્દ્ર સિંહ ધોનીને ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLના ઓલ ટાઈમ ગ્રેટ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

IPL 2024 ની શરૂઆત પહેલા, ટૂર્નામેન્ટના ઓલ ટાઈમ ગ્રેટ ઈલેવનની પસંદગી કરવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, જેણે પોતાની કેપ્ટનશિપમાં MIને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન એમએસ ધોનીને આ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય સુરેશ રૈના, શેન વોટસન અને રવિન્દ્ર જાડેજા સહિત ઘણા મોટા ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે.

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન એવા મહેન્દ્ર સિંહ ધોનીને રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLના ઓલ ટાઈમ ગ્રેટ ટીમના કેપ્ટન પસંદ કરવામાં આવ્યા હતા. 20 ફેબ્રુઆરીના રોજ IPLને 16 વર્ષ પૂરા થઈ જશે. આ દિવસે જ IPLનું પહેલું ઓક્શન કરવામાં આવ્યું હતું અને આ અવસર પર ઘણા પૂર્વ ખેલાડીઓ સાથે મળીને ઓલ ટાઈમ ગ્રેટ ટીમની પસંદગી કરી છે. 

આ ટીમની પસંદગી 2008માં શરૂ થયેલી વિશ્વની સૌથી લોકપ્રિય T20 લીગની સફળતાની ઉજવણી કરવા માટે કરવામાં આવી હતી. આ પેનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ભૂતપૂર્વ કોચ ટોમ મૂડી, કેકેઆર માટે કામ કરનાર વસીમ અકરમ, આરસીબી માટે રમનારા ડેલ સ્ટેન, સીએસકેના મેથ્યુ હેડન અને લગભગ 70 પત્રકારો પસંદગી પ્રક્રિયામાં સામેલ હતા

IPL 2024 : ધોનીના ચાહકો માટે ખુબ સારા સમાચાર, માહી રમશે IPL, CSK એ કર્યો  રિટેઈન, 10 ટીમમાંથી 89 ખેલાડીઓને કર્યા બહાર / IPL 2024 : Good news for Dhoni  fans Mahi

ક્રિસ ગેલ અને વિરાટ કોહલીને આ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જેમણે ઘણા વર્ષોથી આરસીબી માટે ઓપનિંગ કર્યું હતું. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ દિગ્ગજ સુરેશ રૈના અને આરસીબીના એબી ડી વિલિયર્સને મિડલ ઓર્ડરમાં સ્થાન મળ્યું છે. શેન વોટસનને પણ મિડલ ઓર્ડરમાં રમવા માટે પસંદ કરવામાં આવ્યો છે.

બોલિંગમાં સ્પિનર ​​તરીકે રવિન્દ્ર જાડેજા, અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને ફાસ્ટ બોલિંગ વિભાગમાં સામેલ કરવામાં આવ્યા છે. એમએસ ધોનીને આ ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. આ સાથે જ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ચાર ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. 

વધુ વાંચો: ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, સીરિઝની સૌથી વધુ વિકેટ લેનાર બોલર નહીં રમે ચોથી ટેસ્ટ મેચ!

IPLની ઓલ ટાઈમ ગ્રેટ XI: 
વિરાટ કોહલી, ક્રિસ ગેલ, સુરેશ રૈના, એબી ડી વિલિયર્સ, શેન વોટસન, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ અશ્વિન, ભુવનેશ્વર કુમાર અને રવિચંદ્રન અશ્વિન. 

ઈમ્પેક્ટ પ્લેયર્સ - ડેવિડ વોર્નર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને સુનીલ નારાયણ. 

મુખ્ય કોચ - સ્ટીફન ફ્લેમિંગ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ