બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / India vs England Jasprit Bumrah will get rest from the fourth test report

IND vs ENG / ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, સીરિઝની સૌથી વધુ વિકેટ લેનાર બોલર નહીં રમે ચોથી ટેસ્ટ મેચ!

Megha

Last Updated: 10:35 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટેસ્ટ મેચ જીતી લીધી છે અને ચોથી ટેસ્ટ રાંચીમાં 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. પરંતુ આ પહેલા ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

  • ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ રેકોર્ડ 434 રને જીતી લીધી. 
  • સીરિઝની ચોથી ટેસ્ટ રાંચીમાં 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રમાશે.
  • આ પહેલા ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 

ભારતીય ક્રિકેટ ટીમે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ રેકોર્ડ 434 રને જીતી લીધી હતી અને 5 મેચની સીરિઝમાં 2-1ની લીડ મેળવી હતી. હવે આ સીરિઝની ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને આ મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે.  

બુમરાહ ટીમ સાથે રાંચી નહીં જાય 
હવે આ સીરિઝની ચોથી ટેસ્ટ રાંચીમાં 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. પરંતુ આ પહેલા ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એક અહેવાલ અનુસાર, ભારતીય ટીમ મંગળવારે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ રાજકોટથી ઉડાન ભરશે અને બુમરાહ ટીમ સાથે પ્રવાસ નહીં કરે. તે રાજકોટથી અમદાવાદ જશે એવું કહેવાય રહ્યું છે. આ સાથે જ તે ધર્મશાલામાં સીરિઝની 5મી અને અંતિમ ટેસ્ટ રમશે કે નહીં તે ચોથી ટેસ્ટ મેચના પરિણામ પર નિર્ભર રહેશે. જણાવી દઈએ કે સિરીઝની છેલ્લી ટેસ્ટ 7 માર્ચથી રમવાની છે.

બુમરાહને વર્કલોડને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવશે 
એ વાત તો જાણીતી જ છે કે બુમરાહ સતત ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે અને વર્કલોડને ધ્યાનમાં રાખીને તેને આરામ આપવામાં આવી શકે છે. આ પહેલા મોહમ્મદ સિરાજને વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો. જો બુમરાહને રાંચી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવે છે તો તેની જગ્યાએ મુકેશ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જો કે બીસીસીઆઈ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

આ સીરિઝમાં બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે 
બુમરાહ હાલમાં આ સીરિઝની સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. અત્યાર સુધી તેણે 3 ટેસ્ટની 6 ઇનિંગ્સમાં 13.65ની એવરેજથી 17 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે એક વખત 5 વિકેટ ઝડપી છે. તેના પછી ઈંગ્લેન્ડનો સ્પિનર ​​ટોમ હાર્ટલી આવે છે, જેણે 33.19ની એવરેજથી 16 વિકેટ લીધી છે. આ યાદીમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 12 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.

વધુ વાંચો: રોહિત શર્માએ પિચને લઈને ઈંગ્લેન્ડને આપી ચેલેન્જ... આ બે ખેલાડીઓના ખૂબ કર્યા વખાણ

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતનો 28 રને પરાજય થયો હતો. આ પછી યજમાન ટીમે વિશાખાપટ્ટનમમાં 106 રનથી જીત મેળવીને સીરિઝમાં બરાબરી કરી લીધી હતી. આ પછી, ભારતીય ટીમે રાજકોટમાં રનના સંદર્ભમાં તેની સૌથી મોટી જીત નોંધાવી અને સીરિઝ 2-1ની લીડ મેળવી. હવે રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ પાસે સીરિઝ કબજે કરવાની સુવર્ણ તક છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ