ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG Rohit Sharma gave a challenge to England for the pitch Praised these two players
ADVERTISEMENT
ADVERTISEMENT
રવિવારે રાજકોટની પીચ પર ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે રેકોર્ડ 434 રનની જીત નોંધાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ભારતીય ટીમ કોઈપણ પીચ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. ભારતે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે રવિવારે ઇંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો લક્ષ્યાંક આપતાં ઇંગ્લેન્ડને માત્ર 122 રનમાં ઓલઆઉટ કરીને પાંચ મેચની સીરિઝમાં 2-1ની લીડ મેળવી હતી. મેચ બાદ રોહિતે કહ્યું કે, અમે આ પહેલા પણ આવી પિચો પર ઘણી મેચ જીતી ચુક્યા છીએ. ટર્નિંગ પિચો, જ્યાં બોલ ટર્ન થાય છે, તે અમારી તાકાત રહે છે. આ અમને સંતુલન આપે છે.
MOMENT WHEN INDIA REGISTERED THEIR BIGGEST EVER WIN IN TEST CRICKET. 🇮🇳
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2024
- Captain Rohit Sharma creates history !!! 🫡 pic.twitter.com/Dse6fZ5pXl
ADVERTISEMENT
અમે આ પહેલા ઘણી મેચ જીતી ચુક્યા છીએ
હિટમેને કહ્યું કે, "અમે ઘણા વર્ષોથી પરિણામો આપ્યા છે અને અમે ભવિષ્યમાં પરિણામ આપવાનું ચાલુ રાખીશું, પરંતુ અમે અમુક બાબતોને નિયંત્રિત કરી શકતા નથી જેમ કે અમે ચર્ચા કરતા નથી કે અમને 'રેન્ક ટર્નર' પિચ જોઈએ છે કે નહીં. અમે મેચના બે દિવસ પહેલા સ્થળ પર આવીએ છીએ અને આપ્મ પણ અમે બે દિવસમાં શું કરી લઈશું? ક્યુરેટર્સ પીચો નક્કી કરે છે અને તૈયાર કરે છે.''
ADVERTISEMENT
Rohit Sharma said, "The curators make the pitch. We have the strength to play on any wicket and win on it. When we won the Test in South Africa at Cape Town, everyone knew what kind of wicket it was". pic.twitter.com/jxrGybIEV3
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2024
ADVERTISEMENT
અમારી પાસે કોઈપણ પિચ પર રમવાની અને મેચ જીતવાની તાકાત છે.
આગળ કેપ્ટને કહ્યું કે, “અમારી પાસે કોઈપણ પિચ પર રમવાની અને મેચ જીતવાની તાકાત છે. જ્યારે અમે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં મેચ જીતી હતી ત્યારે દરેકને ખબર હતી કે તે કેવા પ્રકારની પિચ છે. ભારતીય ટીમે તમામ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લીધો છે જે પ્રથમ ત્રણ ટેસ્ટમાં જોવા મળી શકે છે. હૈદરાબાદની પ્રથમ ટેસ્ટમાં બોલ સ્પિન થઈ રહ્યો હતો અને પીચ ધીમી હતી. વિશાખાપટ્ટનમમાં બોલ નીચો રહ્યો હતો. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ વિકેટ ધીમી પડી. અહીં પહેલો દિવસ સારો રહ્યો.”
રોહિતે કહ્યું, “આજે અમે જોયું કે બોલ ટર્ન કરી રહ્યો હતો અને તે ધીમો હતો. તે પીચોની પ્રકૃતિમાં છે, અમને ભારતમાં આવી પીચો મળે છે. પરંતુ જો અમને 'રેન્ક ટર્નર્સ' મળશે તો અમે તેમના પર પણ રમીશું.”
ADVERTISEMENT
Rohit Sharma said - "In last 3 Test matches, every wickets was different whether Hyderabad, Vizag or Rajkot. We are ready to play any kind of wickets. If we get rank turners, we will play on them as well". pic.twitter.com/tPCdZ7ZMVz
— CricketMAN2 (@ImTanujSingh) February 18, 2024
ADVERTISEMENT
જાડેજા પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે
પ્રથમ દાવમાં સદી ફટકારનાર અને 41 રનમાં પાંચ વિકેટ લેવાનો સ્પેલ બોલનાર રવીન્દ્ર જાડેજા અંગે રોહિતે કહ્યું કે, 'અમે જોયું છે કે તે પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે. સાથે જ આ તેનું હોમ ટાઉન છે એટલે તે પરિસ્થિતિને સારી રીતે સમજી શક્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ભારતમાં અને વિદેશમાં અમારા માટે કેટલાક મહત્વપૂર્ણ રન બનાવ્યા છે. તે ખરેખર સારી બેટિંગ કરી રહ્યો છે અને બેટિંગમાં તેના આત્મવિશ્વાસને ધ્યાનમાં રાખીને, અમે તેને પ્રથમ દાવમાં પણ ઉપર મોકલ્યો હતો.
વધુ વાંચો : અશ્વિન માટે જય શાહે કરાવી આપી હતી ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા; રવિ શાસ્ત્રીનો ખુલાસો
સરફરાઝ રન માટે ભૂખ્યો છે
સરફરાઝ ખાન વિશે વાત કરતા હિટમેને કહ્યું કે 'તેણે ઘરેલુ ક્રિકેટમાં ઘણો અનુભવ મેળવ્યો છે જેના કારણે ટીમ મેનેજમેન્ટે તેના ડેબ્યૂ પહેલા તેની સાથે કોઈપણ પ્રકારની યોજના અંગે ચર્ચા કરવાની જરૂર નહોતી. મેં સરફરાઝને આટલી બેટિંગ કરતા જોયો નથી. પરંતુ તેણે મુંબઈ માટે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવ્યા છે. તે રન માટે ભૂખ્યો છે અને છેલ્લા ચાર-પાંચ વર્ષમાં તે સ્થાનિક ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે, તેથી તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. '
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ