બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2024 schedule analysis 21 matches will be played during 17 days kkr csk dc rcb

IPL 2024 / 17 દિવસ, 21 મેચ, 10 શહેરો... આ વખતે IPL 2024ના શેડ્યૂલમાં શું હશે સ્પેશ્યલ, જાણો ડિટેઇલ્સ

Arohi

Last Updated: 11:16 AM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: BCCIએ IPL 2024ની શરૂઆતી 21 મેચોનું શેડ્યુલ જાહેર કર્યું છે. આ વખતે IPLની શરૂઆત 22 માર્ચે ચેન્નાઈમાં થશે. ટૂર્નામેન્ટની ઉદ્ધાટન મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે થશે.

IPL 2024ની 21 મેચોનું શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. કુલ 17 દિવસોના સમયગાળામાં 21 મેચ રમાશે. આ 21 મેચ 10 શહેરોમાં રમાશે. IPL 2024માં પહેલી મેચ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને ફાફ ડુ પ્લેસિસની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે 22 માર્ચે રાત્રે આઠ વાગ્યાથી રમાશે. 

KKRની સૌથી ઓછી મેચ, દિલ્હીમાં કોઈ મેચ નહીં 
આ ઓપનિંગ મેચ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. જાહેર શેડ્યુલ અનુસાર ક્રિકેટ ફેન્સને આ 17 દિવસોમાં કુલ ચાર ડબલ હેડર જોવા મળશે. ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ રમાશે. સાંજની મેચ 7.30 વાગ્યાથી જ્યારે બપોરની મેચ 3.30 વાગ્યાથી રમાશે. 

શરૂઆતના 17 દિવસ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઈટન્સ (GT)ની ટીમ સૌથી વધારે 5-5 મેચ રમશે. ત્યાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનૌઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સને ચાર ચાર મેચ રમવા મળશે. જ્યારે કોલકતા નાઈટ રાઈડર્સ ફક્ત ત્રણ મેચોમાં ભાગ લેશે. 

આ શેડ્યૂલની ખાસ વાત એ છે કે ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ પોતાની શરૂઆત ઘરેલુ મેકાબલા વાઈજેગમાં જ રમશે. ત્યાં જ બાકી ટીમોની ઘરેલુ મેચ તેમના હોમ ગ્રાઉન્ડ્સ પર રમાશે. કદાચ લોકસભા ચુંટણીના કારણે દિલ્હીમાં મેચ નથી રાખવામાં આવી. 

IPL 2024ની શરૂઆતી 21 મેચોનું શેડ્યુલ 

  1. ચેન્નાઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 22 માર્ચ, ચેન્નાઈ રાત્રે 8 વાગ્યે
  2. પંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ, 23 માર્ચ, મોહાલી, બપોરે 3.30 વાગ્યે. 
  3. કલકત્તા નાઈટ રાઈડર્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ, 23 માર્ચ, કલકત્તા, સાંજે 7.30 વાગ્યે. 
  4. રાજસ્થાન રોયલ્સ VS લખનૌઉ સુપર જાયન્ટ્સ, 24 માર્ચ, જયપુર, બપોરે 3.30 વાગ્યે. 
  5. ગુજરાત ટાઈટન્સ VS મુંબઈ ઈન્ડિયન્સ, 24 માર્ચ, અમદાવાદ, સાંજે 7.30 વાગ્યે. 
  6. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સ, 25 માર્ચ, બેંગ્લોર, સાંજે 7.30 વાગ્યે. 
  7. ચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઈટન્સ, 26 માર્ચ, ચેન્નાઈ, સાંજે 7.30 વાગ્યે. 
  8. સનરાઈઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઈન્ડિયન્સ, 27 માર્ચ, હૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે
  9. રાજસ્થાન રોયલ્સ VS દિલ્હી કેપિટલ્સ, 28 માર્ચ, જયપુર, સાંજે 7.30 વાગ્યે. 
  10. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કલકત્તા નાઈટ રાઈડર્સ, 29 માર્ચ, બેંગ્લોર, સાંજે 7.30 વાગ્યે 
  11. લખનૌઉ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સ, 30 માર્ચ, લખનૌઉ, સાંજે 7.30 વાગ્યે 
  12. ગુજરાત ટાઈટન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ, 31 માર્ચ, અમદાવાદ બપોરે 3.30 વાગ્યે. 
  13. દિલ્હી કેપિટલ્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ, 31 માર્ચ, વાઈજેગ, સાંજે 7.30 વાગ્યે. 
  14. મુંબઈ ઈન્ડિયન્સ VS રાજસ્થાન રોયલ્સ, 1 એપ્રિલ, મુંબઈ સાંજે 7.30 વાગ્યે. 
  15. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS લખનૌઉ સુપર જાયન્ટ્સ, 2 એપ્રિલ, બેંગ્લોર સાંજે 7.30 વાગ્યે. 
  16. દિલ્હી કેપિટલ્સ VS કલકત્તા નાઈટ રાઈડર્સ, 3 એપ્રિલ, વાઈજેગ, સાંજે 7.30 વાગ્યે.
  17. ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ, 4 એપ્રિલ, અમદાવાદ, સાંજે 7.30 વાગ્યે. 
  18. સનરાઈઝર્સ હૈદરાબાદ VS ચેન્નાઈ સુપર કિંગ્સ, 5 એપ્રિલ, હૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે. 
  19. રાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 6 એપ્રિલ જયપુર, સાંજે 7.30 વાગ્યે. 
  20. મુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સ, 7 એપ્રિલ, મુંબઈ, બપોરે 3.30 વાગ્યે. 
  21. લખનૌઉ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઈટન્સ, 7 એપ્રિલ, લખનૌઉ, સાંજે 7.30 વાગ્યે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ