બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 03:22 PM, 18 March 2024
જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ તેમ લોકો પર સાયબર ક્રાઈમનો ખતરો વધી રહ્યો છે. દેશભરમાં સાયબર ફ્રોડના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આવામાં મહારાષ્ટ્રના નવી મુંબઈમાં એક કેસ સામે આવ્યો છે, જેમાં ફ્રોડસ્ટર્સે એક વ્યક્તિને વાતોમાં ફસાવીને લાલચ આપીને 1.36 કરોડ રૂપિયાની ઉચાપત કરી. પીડિતની ફરિયાદના આધારે પોલીસે સાયબર પોલીસ સ્ટેશનમાં એક કંપની અને તેમાં કામ કરતા બે લોકોની વિરુદ્ધ IPCની કલમ 420 અને IT એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલાની તપાસ ચાલુ છે
ADVERTISEMENT
આ કિસ્સાને હજી ડિટેઈલમાં જાણીએ તો 20 જાન્યુઆરીએ નવી મુંબઈના 48 વર્ષના વ્યક્તિનો સાયબર ઠગોએ વોટ્સઅપ દ્વારા સંપર્ક કર્યો અને શેર માર્કેટમાં રોકાણ કરી બમ્પર રિટર્ન મળશે તેવી લાલચ આપી. આ વ્યક્તિએ લાલચમાં આવીને ઠગોની સૂચના મુજબ પૈસાનું રોકાણ કર્યું. આ રીતે તેણે વિવિધ બેંક ખાતાઓમાંથી 1.36 કરોડ રૂપિયા જમા કરાવ્યા. પરંતુ તેને રિટર્નમાં કશું ન મળ્યું.
ADVERTISEMENT
જ્યારે ફરિયાદીને આરોપી તરફથી કોઈ રિટર્ન ન મળ્યું, ત્યારે જઈને તેને સમજાયું કે તે છેતરપિંડીનો ભોગ બન્યો છે. આખરે ભોગ બનનાર વ્યક્તિએ પોલીસનો સંપર્ક કરીને સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે,'એન્જલ વન નામની કંપની અને તેના માટે કામ કરતા બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલાની તપાસ ચાલુ છે, હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.'
નવી મુંબઈમાં ઝડપથી વધી રહ્યા છે સાયબર ઠગો
છેલ્લા ઘણા સમયથી નવી મુંબઈમાં સાયબર ઠગોની સંખ્યાઓં વધારો થઇ રહ્યો છે. અહીંયા મોટી સંખ્યામાં સાયબર ફ્રોડના કિસ્સાઓં સામે આવી રહ્યા છે. આ મહિને, 9 માર્ચે જ નવી મુંબઈના એક વ્યક્તિએ પોતાની વિરુદ્ધ થયેલ સાયબર છેતરપીંડીનો કેસ નોંધાવ્યો હતો, જેમાં 44 લાખ રૂપિયાની છેતરપીંડી થઇ હતી. આ કેસમાં પણ ફરિયાદ મુજબ આરોપીએ 5 ફેબ્રુઆરીથી 3 માર્ચના વચ્ચે ભોગ બનનારને 44.72 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું કહ્યું હતું અને બમ્પર રિટર્નનો વાયદો કર્યો હતો. જ્યારે ફરિયાદીએ રોકાણ કરેલા પૈસાનું પૂછ્યું ત્યારે તેને સરખો જવાબ ના મળ્યો અને ત્યારે છેતરપિંડી થયાની જાણ થઈ.
સાયબર ક્રાઇમનો ચોંકાવનારી રિપોર્ટ
ગયા વર્ષે લોકસશભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાએ સાયબર ક્રાઇમ અંગે ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો હતો. જે મુજબ 2022-23માં સૌથી વધુ સાયબર ક્રાઈમ ઉત્તર પ્રદેશમાં થયા છે. આ સમયગાળા દરમિયાન યુપીમાં 2 લાખ લોકો સાથે સાયબર છેતરપિંડી થઈ હતી. સાયબર ઠગે યુપીમાં 721.1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. આ સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાત પણ સાયબર ક્રાઇમમાં સૌથી આગળ છે.
વર્ષ 2022-23માં થયેલા સાયબર ફ્રોડનો ડેટા જોઈએ તો દેશભરમાં 11.28 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી અડધા કેસતો માત્ર પાંચ રાજ્યોમાં છે. આમાં ઉત્તર પ્રદેશથી જ લગભગ 2 લાખ કેસ નોંધાય છે. મહારાષ્ટ્રમાં 1.30 લાખ ગુજરાતમાં 1.20 લાખ , રાજસ્થાન અને હરિયાણામાં 80-80 હજાર કેસો નોંધાયા હતા
સાયબર ક્રાઇમ વધવાનું કારણ શું?
સાયબર ક્રાઇમ વધવાનું કારણ લોકોમાં જાગૃતિનો અભાવ છે. જુદા જુદા અભિયાનો અને ગુનાખોરીની જાણકારી હોવા છતાંય લોકો અજાણી વ્યક્તિને ઓટીપી આપે છે અને પૈસા ગુમાવે છે. અજાણ્યા નંબરથી આવેલા એસએમએસ ,વોટ્સઅપ, કે મેઇલના દ્વારા મળેલ લિંક ઉપર ક્લિક કરીને સાયબર ક્રાઇમના શિકાર બને છે. આંકડા અનુસાર યુપીમાં સેક્સટોર્શન અને ફ્રેન્ડશિપના નામ પર ઠગવામાં આવે છે. આના સિવાય સોશિયલ મીડિયા પર ફેક અકાઉંટ બનાવીને ઠગવામાં આવે છે.
વધુ વાંચોઃ એક સમયે 4 મહિના ચૂંટણી ચાલી, તો ક્યારેક 4 દિવસમાં જ ખતમ.., આ વર્ષે પણ રેકોર્ડ તોડશે લોકસભા ઇલેક્શન
ઓનલાઇન ફ્રોડ, એટીએમ ક્લોનીંગ જેવા સાયબર ક્રાઇમના ગુના નોંધવામાં આવે છે. આ સિવાય પણ મેટ્રોમોનિયલ સાઇટ દ્વારા નાઇજીરિયાની ગેંગ છેતરપીંડી આચરે છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. કેટલીક નવી સરકારી યોજનાનો લાભ આપવાના નામે ઘણા કેસ પણ નોંધાયા છે. નોકરી અને પાર્ટ ટાઈમ જોબના નામે રોજ લાખો લોકોની છેતરપીંડી કરવામાં આવે છે. AIનાં સમયમાં તો પોલીસના ઉચ્ચઅધિકારીઓના ફેક વિડીયોની ધમકી આપીને પૈસા વસુલ કરવામાં આવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.