બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:42 PM, 27 February 2024
અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કેપિટલને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રિલાયન્સ કેપિટલ હિન્દુજા ગ્રુપના હાથમાં આવી શકે છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ મંગળવારે રિલાયન્સ કેપિટલ માટે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ના રૂ. 9650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. NCLTની મુંબઈ બેન્ચે ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા સબમિટ કરેલા પ્લાનને મંજૂરી આપી છે. જસ્ટિસ વીરેન્દ્ર સિંહ બિષ્ટ અને ટેકનિકલ સભ્ય પ્રભાત કુમારની ડિવિઝન બેન્ચે આ યોજનાને મંજૂરી આપી છે. IIHLએ બિડિંગના બીજા રાઉન્ડમાં જૂન 2023 માટે પ્લાન સબમિટ કર્યો હતો.
ADVERTISEMENT
આરબીઆઈએ રિલાયન્સ કેપિટલનું બોર્ડ હટાવી દીધું હતું
નવેમ્બર 2021 માં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રિલાયન્સ કેપિટલના બોર્ડને હટાવી દીધું. અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ કંપનીની ગવર્નન્સ સમસ્યાઓ અને પેમેન્ટ ડિફોલ્ટને કારણે RBIએ બોર્ડને હટાવી દીધું હતું. રિઝર્વ બેંકે નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા, કંપનીના ટેકઓવર માટે ફેબ્રુઆરી 2022 માં બિડ આમંત્રિત કર્યા હતા.
ADVERTISEMENT
રિલાયન્સ કેપિટલ પર 40 હજાર કરોડથી વધુનું દેવું છે
રિલાયન્સ કેપિટલ પર રૂ. 40,000 કરોડથી વધુનું દેવું હતું. શરૂઆતમાં 4 અરજદારોએ રિઝોલ્યુશન પ્લાન સાથે બિડ કરી હતી. જોકે, લેણદારોની સમિતિએ બિડની કિંમત ઓછી હોવાને કારણે ચારેય યોજનાઓને નકારી કાઢી હતી. આ પછી, ચેલેન્જ મિકેનિઝમ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) અને ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે ભાગ લીધો હતો. જૂન 2023માં, સમિતિએ રૂ. 9661 કરોડની અપફ્રન્ટ કેશની બિડ માટે હિન્દુજા ગ્રૂપની કંપનીની પસંદગી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / RBIએ ડિપોઝિટ અને એકાઉન્ટ અંગે જાહેર કર્યા નિર્દેશો, જાણો શું છે સમગ્ર મામલો
Priykant Shrimali
બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત કે વધારો? ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.