બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આરોગ્ય / International Yoga day 2022: The Bollywood actress has made a name for herself with yoga..

બૉલીવુડ / બૉલીવુડની આ અભિનેત્રીએ યોગને અપાવી આગવી ઓળખ, આટલી ઉંમરે પણ છે એકદમ ફિટ એન્ડ ફાઇન

Megha

Last Updated: 01:00 PM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડની આ અભિનેત્રીઓ એમની ફિટનેસને લઈને ઘણી ચર્ચામાં રહે છે. ખાસ કરીને બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેને યોગા કરીને પોતાનું સારું સવાથ્ય જાળવી રાખ્યું છે.

બૉલીવુડની આ અભિનેત્રીએ યોગને અપાવી આગવી ઓળખ, આટલી ઉંમરે પણ છે એકદમ ફિટ એન્ડ ફાઇન  

સ્વસ્થ રહેવું કોને પસંદ નથી? સારું સ્વાસ્થ્ય મેળવવા માટે લોકો ઘણા પેત્રા અજમાવે છે પણ ઘણી વખત ફેલ થઇ જાય છે. એવામાં આપને આપણી બોલીવુડની અભિનેત્રીની વાત કરીએ તો આ અભિનેત્રીઓ એમની ફિટનેસ અને સારા સ્વાસ્થ્ય ને લઈને ઘણી ચર્ચામાં રહે છે. ખાસ કરીને બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેને યોગા કરીને પોતાનું સારું સવાથ્ય જાળવી રાખ્યું છે. દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ પર ખાસ આ બોલીવુડની અભિનેત્રીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે એમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અનેક વિડીઓ પોસ્ટ કરે છે અને સાથે જ ફિટનેસ માટે ઘણી ટીપ્સ પણ આપે છે.  ચાલો જોઈએ આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આ અભિનેત્રીઓ ખુબ અઘરા ગણાતા યોગને સહેલાઇપૂર્વક કરીને કેવી રીતે બીજા લોકોને પ્રેરિત કરી રહી છે. 

મલાઈકા અરોડા 
ફિટનેસ શબ્દનો ઉલ્લેખ થાય એટલે સૌપ્રથમ મલાઈકા અરોડાનું નામ લોકોના મગજમાં આવે. બોલીવુડની સૌથી સ્વસ્થ અને ફીટ હિરોઈન કોઈ છે તો એ છે મલાઈકા અરોડા. મલાઈકા એમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં અવારનવાર અનેક રીતે યોગા કરીને લોકોને પ્રેરિત કરતી રહે છે. આઆ સિવાય મલાઇકાનો 'સર્વ યોગ નામ' નો એક યોગા સ્ટુડિયો પણ છે. 

શિલ્પા શેટ્ટી 
મલાઇકા પછી બોલિવૂડની કોઇ અભિનેત્રીનું નામ આવે તો એ છે શિલ્પા શેટ્ટી. શિલ્પા શેટ્ટી ખુદને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયાના 5 દીવસ કસરત કરે છે અને દરરોજ યોગા કરે છે. શિલ્પા શેટ્ટી અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાના યોગના વિડીયો અપલોડ કરીને લોકોને પ્રેરિત કરતી રહે છે. 

બિપાશા બાસુ - 
આઆ લિસ્ટમાં મલાઇકા અને શિલ્પા પછી કોઇ અભિનેત્રીનું નામ આવે તો એ છે બિપાશા બાસુ. 43 વર્ષની ઉંમરે પણ બિપાશા એટલે સ્વસ્થ છે અને આની પાછળનું કારણ જણાવતા બિપાશાએ કહ્યું હતું કે તે દરરોજ યોગા કરે છે. જો કે બિપાશા બાસુ પણ ઘણી વખત યોગા કરતાં તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

સુષ્મિતા સેન - 
બોલિવૂડની સૌથી પસંદિતા અભિનેત્રી સુષ્મિતા સેન પણ આઆ હરોળમાં પાછળ નથી. તેની ફિટનેસની ચર્ચા આજે પણ બોલીવુડમાં થતી રહે છે. 46 વર્ષની સુષ્મિતા સેન પોતાના સોશ્યલ મીડિયામાં ઘણી સક્રિય રહે છે અને વર્કઆઉટ કરતી સમયે ઘણા વિડીયો શેર કરતી રહે છે.  

આશકા ગોરાડીયા - 
જો કે ફિટનેસની આ હરોળમાં બૉલીવુડની અભિનેત્રીઓ સાથે ટીવીની ઘણી અભિનેત્રીઓના નામ પણ શામેલ છે. આશકા ગોરાડીયા ટીવી જગતનું ઘણું મોટું નામ છે. આ અભિનેત્રી પણ અવારનવાર યોગા કરતાં ઘણા વિડીયો શેર કરતી રહે છે અને લોકોને આઆ વિડીયો ઘણા પસંદ પણ આવે છે. 

કવિતા કૌશિક- 
ટીવી જગતની આઆ અભિનેત્રીને કોણ નથી ઓળખતું? ચંદ્રમુખી ચૌટાલા તરીકે નામ મેળવનાર આ અભિનેત્રી પણ ફિટનેસના મામલે ઘણી બોલિવૂડની હિરોઈનને ટક્કર આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BOLLYWOD International Yoga Day 2022 Yoga બૉલીવુડ વિશ્વ યોગા દિવસ Fitness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ