બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / International Womens Day see how government schemes have made women a foothold

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ / કોઈ ગૃહ ઉદ્યોગમાં તો કોઇ ડ્રોન ઉડાવવામાં..., જુઓ સરકારી યોજનાઓએ કઇ રીતે મહિલાઓને બનાવી પગભર

Published By: Megha

Last Updated: 10:28 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી જાડા અનાજથી શહેરમાં વસતા લોકો ભાગતા હતા પરંતુ હવે બજારમાં તેની ધીમે-ધીમે માંગ વધી રહી છે, જેના કારણે મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે.

સરકારની અનેક સ્કિમોએ લોકોને પગભર કર્યા છે. જ્યારથી પ્રધાનમંત્રી મોદીએ જાડા અનાજને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે ત્યારથી દેશ-દુનિયામા જાડા અનાજની માંગ વધી ગઈ છે અને મહિલાઓ જાડા અનાજના ઉપયોગથી આત્મનિર્ભર બની રહી છે. આવી જ કેટલીક મહિલાઓએ એક વર્ષમાં સિદ્ધિ પણ હાંસિલ કરી છે. 

કેવી રીતે જાડા અનાજના ઉપયોગથી મહિલાઓ બની આત્મનિર્ભર
જાડું અનાજ અત્યાર સુધી ગરીબોનું ભોજન ગણાતું હતું પરંતુ હવે VIP અને VVIP પણ તેનો સ્વાદ માણતા થયા છે. આ બધું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે શક્ય બન્યું છે. જાડા અનાજને પ્રોત્સાહન મળતા મહિલાઓ પગભર બની છે. આઅનું એક ઉદાહરણ છે પાટણમાં સ્વસ્તિ અન્નમ મિલેટ્સ બેસ્ટ ફૂડ પ્રોડક્સથી ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓ. આ મહિલાઓએ સરકારની સ્વસહાય જૂથ મંડળ હેઠળ સહાય મેળવીને એક નવી સફળ શરૂઆત કરી છે. 

બજારમાં તેની ધીમે-ધીમે માંગ પણ વધી રહી
અત્યાર સુધી જાડા અનાજથી શહેરમાં વસતા લોકો ભાગતા હતા પરંતુ હવે એ જ જાડું અનાજ લોકોની પસંદ બન્યું છે. કારણ કે, બાજરી, જુવાર જેવા જાડા અનાજમાંથી મહિલાઓ ખાખરા, બિસ્કિટ, પિત્ઝા જેવી અનેક ફૂડ પ્રોડક્ટ બનાવી રહી છે અને બજારમાં તેની ધીમે-ધીમે માંગ પણ વધી રહી છે. જેના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. તો અન્ન સખી-મંડળની બહેનો પણ ફાર્મિંગ ક્ષેત્રે પણ આગળ વધી રહી છે અને ડ્રોન દીદી બની રહી છે. 

વધુ વાંચો: 'હર હર મહાદેવ'ના નાદથી શિવમય બન્યું સોમનાથ મંદિરનું વાતાવરણ, વહેલી સવારથી ભક્તો કતારમાં જોડાઇ ગયા
 
આપણે બધા એ તો જાણીએ જ છીએ કે મેંદામાંથી બનતી વસ્તુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે પરંતુ જાડા અનાજમાંથી બનતી વસ્તુ ગુણકારી હોય છે. આ વાત હવે લોકો સમજી રહ્યા છે તેથી ગૃહઉદ્યોગને પણ ખુબ પ્રોત્સાહન મળી રહ્યું છે અને ગ્રામ્ય લેવલે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Government Scheme International Women's Day Women's day 2024 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગુજરાત આત્મનિર્ભર યોજના જાડા અનાજ International Women's Day

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ