બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ghodapur of devotees on Mahashivratri at Somnath Mahadev Temple
Last Updated: 10:18 AM, 8 March 2024
મહાશિવરાત્રીના પાવન પર્વને લઇ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં ધર્મોત્સવનું આયોજન કરાયું છે. 42 કલાકના ધર્મોત્સવમાં શ્રદ્ધાળુઓની સગવડોનું ધ્યાન રખાયું છે. મહાશિવરાત્રીને લઇ ચાર પ્રહરની મહાપૂજા સાથે મહાઆરતી કરવામાં આવશે. ધ્વજા અને પાલખી પૂજા બાદ પાલખીયાત્રા નિકળશે. યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર તેમજ શ્રદ્ધાળુઓ માટે બિલ્વપૂજાનું આયોજન કરાયું છે.
ADVERTISEMENT
મહાદેવને અલૌકિક શણગાર કરવામાં આવ્યો
મહાશિવરાત્રીનાં દિવસે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. આજે મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવને અલગ અલગ શૃંગાર કરવામાં આવશે.
ADVERTISEMENT
વહેલી સવારથી મહાદેવનાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ
મહાશિવરાત્રિને લઈ વહેલી સવારથી 4 વાગ્યાથી મહાદેવનાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી. ત્યારે સવારે 6 વાગ્યે મહાપૂજાનો પ્રારંભ થયોહતો. તેમજ સાત વાગ્યે પ્રાતઃ આરતી થઈ હતી. જે બાદ સવારે 8 વાગ્યાથી સતત સોમેશ્વર મહાપૂજાનો પ્રારંભ થયો હતો. તેમજ સવારે 7.30 થી બપોરે 1.30 વાગ્યા સુધી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ થશે. તેમજ સવરે 8.30 વાગ્યે નૂતન ધ્વજારોહણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. તેમજ સવારે 9 વાગ્યે શિવજીની પાલખી યાત્રા યોજાશે.
વધુ વાંચોઃ 'મારા કેટલાંક રાજકીય શત્રુઓ કે જેને....', લોકસભા ચૂંટણી લડવા મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
ADVERTISEMENT
પોલીસ દ્વારા મંદિર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથ મંદિર ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બાબતે જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાને નેજા હેટળ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ 1 પીઆઈ, 3 પીએસઆઈ, 1 એસઆરપી પ્લાટુન, 150 પોલીસ જવાન, 5 બોર્ડીવોર્ન કેમારે સાથે જવાનો અલગ અલગ શિફ્ટ મુજબ ફરજ બજાવશે. તેમજ 2 ઘોડે સવાર પોલીસ જવાનો તેમજ એક ડોગ સ્કોર્ડ બાજ નજર રાખશે. તેમજ 42 સીસીટીવી કેમેરાઓ દ્વારા તમામ ગતિવિધિ પર બાજ નજર રાખશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.