બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big statement of Kunvarji Bavaliya on contesting Lok Sabha elections

ચૂંટણી 2024 / 'મારા કેટલાંક રાજકીય શત્રુઓ કે જેને....', લોકસભા ચૂંટણી લડવા મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન

Dinesh

Last Updated: 09:02 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણી અંગે જણાવ્યુ હતુ કે, મારા હિતશત્રુઓએ વાત ચલાવી છે. પરંતુ, હું પાંચ વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માગતો નથી.

રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર લડવાની ચર્ચા અંગે સ્પષ્ટતા કરી છે. બોટાદના ગઢડા તાલુકાના રામપરા ગામે ખાત મુહૂર્ત પ્રસંગમાં આવેલા કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણી અંગે જણાવ્યુ હતુ કે, મારા હિતશત્રુઓએ વાત ચલાવી છે. પરંતુ, હું પાંચ વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. પક્ષના હાઈ કમાન્ડને પણ લોકસભા ચૂંટણી નહી લડવાની જાણ કરી દીધી છે. તેથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાનો અંત આવ્યો છે. 

ગુજરાતનું રાજકારણ ગરમાયું 
તો બીજી તરફ લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા ભાજપમાં જોડાઇ શકે છે. મહુવામાં કનુ કલસરિયાએ  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ આ ચર્ચાએ વેગ પકડ્યો છે. કનુ કલસરિયાએ ગત વર્ષે એટલે કે 2023માં ઓક્ટોબર માસમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું હવે તે ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.  કનુ કલસરિયા પહેલા ભાજપમાં જ હતા, પરંતુ બાદમાં તેમણે મહુવામાં નિરમાના પ્લાન્ટને લઇને વિરોધ કરી સરકારની સામે પડ્યા હતા..
તેઓ જાયન્ટ કિલર તરીકે જાણીતા છે. કારણ કે એક સમયે તેમણે તત્કાલીન સીએમ છબિલદાસ મહેતાને મહુવા વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા. કનુ કલસરિયાએ vtv સાથેની મુલાકાતમાં જણાવ્યુ હતું કે તેમને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે.. અને તેઓએ આ અંગે નિર્ણય લેવા માટે આઠ-દસ દિવસનો સમય માંગ્યો છે. 

વાંચવા જેવું: લોકસભા ચૂંટણી પહેલા પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર, ગુજરાતમાં એકસાથે 12000 જગ્યાઓ પર કરાશે ભરતી

અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઇ શકે છે 
ગુજરાતમાં કોંગ્રેસની હાલત પડતાને પાટુ જેવી થઇ છે.. બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ચૂકયા છે. અને હવે એક વર્તમાન ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે તેમ છે.  માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી સંભાવના છે.  સુત્રોનું માનીએ તો અરવિંદ લાડાણી હાલ તેમના મત વિસ્તારમાં લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે અને લોકોનો અભિપ્રાય જાણી રહ્યા છે. અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયા ગ્રુપના નેતા ગણાય છે.. હવે જ્યારે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ છોડી દીધી છે ત્યારે તેમના ગ્રુપના ગણાતા અરવિંદ લાડાણી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ