બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / International Flight Services Shall Remain Suspended Till 15th July says dgca

નિર્ણય / દેશમાં આ તારીખ સુધી નહીં શરૂ થાય ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા, DGCAએ કરી જાહેરાત

Kavan

Last Updated: 05:49 PM, 26 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટને લઇને પણ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય પ્રમાણે 15 જૂલાઇ સુધી ભારત માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા પર રોક યથાવત રહેશે.

  • ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાને લઇને સરકારનો મોટો નિર્ણય
  • આગામી 15 જૂલાઇ સુધી નહીં થાય શરૂ 
  • DGCA એ કરી જાહેરાત

જો કે, આ દરમિયાન ડોમેસ્ટિક સુવિધા ચાલુ રહેશે. આ આદેશ માત્ર કાર્ગો વિમાન અને  DGCA પર એપ્રૂવ્ડ સ્પેશિયલ વિમાન પર લાગુ થશે નહીં. 

23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ છે

કોરોનાને કારણે 25 માર્ચે લૉકડાઉનનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો હતો. તે પહેલાંથી જ 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પહેલાં તે 29 માર્ચ સુધી એક અઠવાડિયા માટે હતું, ત્યારબાદ લૉકડાઉન સાથે વધારવામાં આવ્યું હતું. 

ટ્રેન સંચાલન પર પણ 12 ઓગસ્ટ સુધી પ્રતિબંધ 

આ પહેલા રેલવેએ 25 જૂનના જણાવ્યું હતું કે, 12 ઓગસ્ટ સુધી ટ્રેનનું નિયમિત રીતે સંચાલન નહીં થાય. આ દરમિયાન માત્ર સ્પેશિયલ ટ્રેન જ ચાલશે. રેલવેના આદેશ પ્રમાણે 30 જૂન સુધી ટ્રેન સંચાલન કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે જો કોઇએ 1 જૂલાઇથી 12 ઓગસ્ટ સુધી ટિકિટ બૂક કરી હોય તો તેમને રિફંડ આપવામાં આવશે. 

ભારતમાં કોરોનાના કેસનો આંકડો 5 લાખની નજીક 

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખની નજીક છે. કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 17296 સંક્રમણના કેસ આવ્યાં છે. જ્યારે 24 કલાકમાં 407 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોવિડ -19 ના અત્યાર સુધીમાં 4 લાખ 90 હજાર 401 કેસ આવ્યા છે. આ દરમિયાન સરકારે અનલોક -2.0 માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

International Flights ઇન્ટરનેશનલ ફ્લાઇટ વિમાનનું સંચાલન coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ