ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Instagram removes Hardik Pandya and natasha kiss picture

સોશ્યલ મીડિયા / હાર્દિક-નતાશાનો ફોટો ઈન્સ્ટાગ્રામે ડિલીટ કરતા અભિનેત્રી ભડકી, કર્યો ફરીથી શૅર

Published By: vtvAdmin

Last Updated: 10:13 PM, 18 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યા તાજેતરમાં જ માતા-પિતા બન્યાં છે. આ દરમિયાન, હાર્દિક IPL 2020 વિદેશમાં રવાના થયો હતો. ત્યારે તેને મિસ કરતા નતાશાએ એક રૉમેન્ટિક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. પરંતુ તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ દ્વારા નતાશાના એકાઉન્ટ પરથી ડિલીટ કરવામાં આવી દીધો હતો.

ADVERTISEMENT

નતાશા ઇન્સ્ટાગ્રામના આ વલણથી ગુસ્સે થઈ ગઈ હતી. નતાશાએ સ્ક્રીનશોટ શેર કરીને ઇન્સ્ટાગ્રામની આ ક્રિયા અંગે પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી હતી. 

નતાશાએ સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં ઈન્સ્ટાગ્રામે લખ્યું કે - "તમારી પોસ્ટ અમારી કમ્યુનિટી ગાઈડલાઈન્સની વિરુદ્ધ છે. અમે અમારી કમ્યુનિટીને સપોર્ટ અને સુરક્ષા આપવા માટે આ ગાઈડલાઈન્સ ઇન્સ્ટાગ્રામ પર બનાવી છે." તેની સાથે એક નોટ પણ છે - આ પોસ્ટ ખોટી અને હાનિકારક માહિતી માટે દૂર કરવામાં આવી છે. 

આ મામલે નતાશાએ ગુસ્સામાં પોતાની પ્રતિક્રિયા આપી અને લખ્યું- 'Seriously, Instagram?'.

નતાશાએ ફરીથી ફોટો શેર કર્યો

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા હાલમાં આઈપીએલ 2020 ની તૈયારી કરી રહ્યો છે. નતાશા દૂર હોવાથી તેને મિસ કરી રહી હતી. તેણે એક ફોટો શેર કર્યો જેમાં હાર્દિક તેના ગાલ પર કિસ કરતી જોવા મળી રહ્યો છે. આ ફોટાને તેના એકાઉન્ટમાંથી ગાઈડલાઈન્સનો હવાલો આપી ઇન્સ્ટાગ્રામ દ્વારા ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. જો કે નતાશાએ તે ફોટો ફરીથી શેર કર્યો હતો.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🥰❤️ @hardikpandya93

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

 

મહત્વનું છે કે હાર્દિક અને નતાશાએ થોડા દિવસો પહેલા તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. હાર્દિકે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેણે પુત્રની તસવીરો પણ ચાહકો સાથે શેર કરી છે. પુત્રને ઘરે લાવતા પહેલા નતાશા અને હાર્દિકે હોસ્પિટલના સ્ટાફ સાથે પણ આ ખુશ પ્રસંગ ઉજવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya Instagram Natasha Stankovic નતાશા સ્ટાનોવિક હાર્દિક પંડ્યા hardik pandya

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ