બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / Instagram is bringing a new feature soon, your friends will be able to add PHOTOS and VIDEOS to their posts

ગજબ / Instagram જલ્દી જ લાવી રહ્યું છે નવું ફીચર, હવે તમારા ફ્રેન્ડસ્ પોસ્ટમાં એડ કરી શકશે PHOTOS અને VIDEO

Megha

Last Updated: 10:28 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્સ્ટાગ્રામ એક નવું ફીચર લાવી રહ્યું છે, જેની મદદથી તમારા ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ પણ તમારી કોઈપણ પોસ્ટ પર ફોટો કે વીડિયો એડ કરી શકશે.

  • Instagram પર ઘણા નવા ફીચર્સનું પરીક્ષણ થઈ રહ્યું છે 
  • જલ્દી જ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે
  • ફોલોઅર્સ હવે તમારી ફિડમાં ફોટો કે વીડિયો પોસ્ટ કરી શકશે

Instagram એ વિશ્વના લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે અને એ તેના યુઝર્સની સુવિધા માટે દરરોજ એપ્લિકેશનમાં નવા નવા ફીચર્સ લાવતું રહે છે. Instagram પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી કેટલાક ટૂંક સમયમાં રજૂ કરવામાં આવી શકે છે. 

instagram and facebook | VTV Gujarati

પ્લેટફોર્મ હેડના જણાવ્યા અનુસાર, કંપની સામાન્ય યુઝર્સ માટે કેટલીક સામાન્ય સુવિધાઓ પર કામ કરી રહી છે.  મેટા-માલિકીનું ઇન્સ્ટાગ્રામ એક નવા ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે જે ફીચર્સની મદદથી તમારા ફ્રેન્ડસ અને ફોલોઅર્સ પણ તમારી ફિડમાં ફોટો કે વીડિયો પોસ્ટ કરી શકશે.  

ઇન્સ્ટાગ્રામ એક નવું ફીચર લાવી રહ્યું છે, જેની મદદથી તમારા ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ પણ તમારી કોઈપણ પોસ્ટ પર ફોટો કે વીડિયો એડ કરી શકશે. આ તે લોકો માટે ફાયદાકારક સાબિત થશે જેઓ ગ્રૂપ ટ્રિપ પર જાય છે અને બધા ફોટા પોસ્ટ કરી શકતા નથી. જો કોઈ અન્ય વ્યક્તિએ સારો ફોટો કે વિડિયો બનાવ્યો હોય તો તેને અન્ય કોઈની પોસ્ટમાં એડ કરી શકે છે. 

ઈન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ ઈન્સ્ટાગ્રામ ચેનલ પર પોસ્ટ કરીને કહ્યું કે, અમે એક નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેની મદદથી મિત્રો અને ફોલોઅર્સ પણ વ્યક્તિના ફીડ પર ફોટો કે વીડિયો પોસ્ટ કરી શકશે. પોસ્ટ કરતા પહેલા યુઝર્સ પાસે પર ફોલોઅર્સ અથવા મિત્રોની પોસ્ટ અથવા વિડિયો પોસ્ટ એડ કરવાનો વિકલ્પ હશે. 

Tag | VTV Gujarati

એવામાં જો તમે ચિંતિત છો કે આ ફીચર તમારી પ્રાઈવસીને નુકસાન પહોંચાડી શકે છે તો તમને જણાવીએ કે આ ફીચરમાં ફોટો અથવા વિડિયોને ફીડ પર પોસ્ટ કરવા માટે મંજૂરી આપવી પડશે. એટલે કે પોસ્ટમાં ફોટો અથવા વિડિયો પોસ્ટ કરવાની પ્રક્રિયા સરળ છે, પરંતુ જ્યાં સુધી યુઝર અપ્રુવ નહીં ક્રે ત્યાં સુધી કોઈ ફ્રેન્ડ કે ફોલોઅર્સ તમારા ફિડમાં ફોટો પોસ્ટ નહીં કરી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ