બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / Inspiring story: IAS Rukmani Riar Sihag was failed in the school but never stopped the hardwork

નહીં માફ નીચું નિશાન / સ્કૂલમાં ફેલ થવાથી માંડીને UPSCમાં ટોપ કરવા સુધી, IAS રૂકમણી રિયારની સફળતાની સ્ટોરી લાખો લોકો માટે છે પ્રેરણારૂપ

Vaidehi

Last Updated: 05:07 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કૂલમાં ફેઈલ થનારી રુક્મણી આજે IAS ઓફિસર તરીકે સેવા બજાવે છે. પંજાબની રહેનારી આ ભારતીય દીકરીની કહાની વાંચીને તમે પણ ગર્વ અનુભવશો.

  • રુક્મણી રિયારે UPSC પરીક્ષા સેકન્ડ ક્લાસથી ક્લિયર કરી
  • IAS રુક્મણીએ જણાવ્યું કે તે સ્કૂલમાં એકવખત ફેઈલ થઈ હતી
  • અથાગ મહેનત અને ભાગ્યોદયથી રુક્મણી IAS ઓફિસર બની

કહેવાય છે કે જો સાચા મનથી મહેનત કરવામાં આવે તો લક્ષ્ય ચોક્કસથી પ્રાપ્ત થાય છે. આ વાતને IAS ઓફિસર રુક્મણી રિયારે સાચી સાબિત કરી બતાડી છે. રુક્મણી જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તે ભણવામાં સામાન્ય હતી, એક વખત તો ફેઈલ પણ થઈ હતી પરંતુ અંત ભલા તો સબ ભલા. રુક્મણીએ હાર માન્યા વગર અથાગ મહેનત કરી અને અંતે IAS ઓફિસર બની. રુક્મણીની પ્રેરણાદાયી કહાની વાંચી તમે પણ ભારતની આ દીકરી પર ગર્વ અનુભવશો.

સ્કૂલમાં ફેઈલ થનારી રુક્મણી બની IAS
રુક્મણી પંજાબની રહેનારી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેના પિતા બલજિંદર સિંહ રિયાર, હોશિયારપુરનાં રિટાયર્ડ ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ એટોર્ની છે. તેમની માતા હોમમેકર છે. સ્કૂલનાં દિવસોમાં રુક્મણી ભણવામાં સામાન્ય હતી. મીડિયા રિપોર્ટ અનુસાર તે છઠ્ઠા ધોરણમાં ફેઈલ પણ થઈ હતી. અસફળ થયાં બાદ નિરાશ થઈ પરંતુ હાર ન માની.

સેકન્ડ રેન્ક મેળવ્યો
રુક્મણીએ 12મું કર્યાં બાદ ગુરુનાનક દેવ યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું. આ બાદ તેણે PGની ડિગ્રી મેળવી. માસ્ટર થયાં બાદ રુક્મણીએ UPSC સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કરી દીધું. મટિરિયલ્સ ભેગા કરી રાત-દિવસ પરીક્ષાની તૈયારી કરી. તેણે પોતાની અસફળતાને સફળતામાં બદલી દીધી. કોઈપણ કોચિંગની મદદ લીધા વિના ખુબ મહેનત કરીને UPSC પરીક્ષામાં સેકન્ડ ક્લાસ AIR 2 મેળવ્યો. સ્કૂલ ફેઈલરથી IAS ઓફિસર સુધીની રુક્મણીની આ સફર વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું એક સ્ત્રોત છે જેઓ નાની મુશ્કેલી આવતાં હતાશ થઈ જાય છે અને પ્રયાસ કરવાનું છોડી દે છે. જો સાફ મને પૂરેપૂરી તૈયારી કરવામાં આવે તો તમને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ