ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / indusind-bank-launches-first-interactive-credit-card-work-can-be-done-with-a-press-of-button

NULL / દેશમાં લોન્ચ થયું પહેલુ એન્ટરએક્ટિવ ક્રેડિટ કાર્ડ બટન દબાવવાથી થશે તમામ કામ

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દેશનું ડિજિટલ બેન્કિંગ સતત ઉંચાઈઓને આંબી રહ્યું છે. મોટાભાગની બેંક પોતાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાં પણ સતત નવા ફીચર્સ જોડાઈ રહ્યાં છે જેનાથી તેનો પ્રયોગ કરવામાં કોઈ પણ પ્રકારનો વાંધો અનુભવાશે નહીં. દેશની કેટલીક ખાનગી બેંક હવે કાર્ડમાં કેટલાંક સારા યૂનિક ફીચર્સ પણ લઈને આવી રહીં છે જે અન્ય બેંકોના કાર્ડમાં મળતી નથી.

હવે કેટલીક બેંકોના કાર્ડને પોઈન્ટ ઑફ સેલ (પીઓએસ) મશીનમાં સ્વાઇપ પણ કરવુ પડશે નહીં. આ ક્રમમાં દેશનું પ્રથમ ઇન્ટરએક્ટિવ ક્રેડિટ કાર્ડ પણ લોન્ચ થઈ ગયુ છે.

આ કાર્ડમાં છે બટન બેટરી:

ખાનગી સેક્ટરની મુખ્ય બેંકોમાં સામેલ ઈન્ડસઇન્ડ બેંકે હાલમાં જ પ્રથમ આવું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્ય છે જે બેટરીથી ચાલે છે. કારણકે આ કાર્ડમાં ઘણાં સારા બટન લાગેલા છે જેનાથી ઘણા બધા કામ થઈ જશે. આ કાર્ડની મદદથી લોકો માટે ખરીદી કરવી ખૂબ જ સરળ થઈ જશે.

કાર્ડમાં છે આ સારા ફીચર્સ:

આ કાર્ડમાં શોપિંગ માટે 3 પ્રકારના પેમેન્ટ ઑપ્શન આપવામાં આવ્યા છે. બેંકે માસ્ટરકાર્ડને પેમેન્ટ ગેટવે પર તેને લોન્ચ કર્યુ છે. ગ્રાહક શોપિંગ બાદ પીઓએસ મશીન પર ક્રેડિટ દ્વારા રિવાર્ડ પ્વોઈન્ટ દ્વારા અથવા પછી ઈએમઆઈ પર સામાન ખરીદી શકે છે. જેના માટે ગ્રાહકને કાર્ડ પર આપેલા કેટલાંક બટન દબાવવા પડશે. જો ગ્રાહક ઈએમઆઈ પર સામાન ખરીદે છે તો પછી 6 12 18 અથવા પછી 24 મહિનામાં પેમેન્ટ કરવાનું ઓપ્શન મળશે. કાર્ડમાં એલઈડી લાઈટ્સ પણ લાગેલી છે જે બટન દબાવતા જ ઑન થઈ જાય છે.

મળશે બીજી ઘણી ઑફર:

આ સિવાય ગ્રાહકો કાર્ડનો ઉપયોગ કરશે તો તેને બીજી ઘણી બધી ઑફરો મળશે. પેટ્રોલ ભરાવતા સમયે કોઈ ચાર્જ લાગશે નહીં. ફિલ્મ ટિકિટની બુકિંગ એરપોર્ટ પર લાઉન્જ એક્સેસ પણ મળશે. ગ્રાહકોને કોઈ પણ પ્રકારનું પેપરવર્ક અથવા પછી બેંકો સાથે સંપર્ક કરવો પડશે નહીં.

એક કાર્ડ પર ડેબિટ-ક્રેડિટની સુવિધા:

દેશમાં પ્રથમ વખત એક કાર્ડ લોન્ચ થયુ છે જેનો ઉપયોગ ડેબિટ અને ક્રેડિટ બંને પ્રકારથી કરી શકાય છે. જેનો ફાયદો એવા લોકોને મળશે જે શોપિંગ માટે ક્રેડિટ કાર્ડ અને પૈસા નિકાળવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

પ્રથમ વખત બે ચિપવાળું કાર્ડ:

આ કાર્ડમાં બે ઈએમવી ચિપ આપવામાં આવી છે. આ સાથે જ કાર્ડમાં બે મેગ્નેટિક સ્ટ્રિપ પણ લાગેલી છે. ગ્રાહકોને બંને કાર્ડનો પ્રયોગ કરવાથી જ એક સ્ટેટમેન્ટ મળશે. તો ગ્રાહકોને રિવાર્ડ પોઈન્ટ પણ એક સાથે મળશે. જેનાથી ગ્રાહકોને સુવિધા મળશે અને બે કાર્ડ રાખવા પડશે નહીં. ઇન્ડસઇન્ડ બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે આ કાર્ડને એનાગ્રામ ટેકનિક દ્વારા બનાવવામાં આવી છે. બેંકના કન્ઝ્યૂમર બેકિંગ પ્રમુખ સુમંત કઠપાલિયા મુજબ અમારું લક્ષ્ય હંમેશા ગ્રાહકોની સુવિધા વધારવાનું રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ