ન્યૂઝ અપડેટ્સ
VTV / indias unlock 5 guidelines released by home ministry
ADVERTISEMENT
ADVERTISEMENT
ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, દેશમાં 1થી 31 ઓક્ટોબર 2020 સુધી અનલૉક 5 રહેશે. સરકારે 15 ઓક્ટોબરથી નવી ગાઈડલાઇન્સ પ્રમાણે સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, સ્પોર્ટપર્સન માટે સ્વિમિંગ પૂલ્સ, મનોરંજનના પાર્ક ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. આ માટે પાળવામાં આવતી SOP ટૂંક સમયમાં જાહેર થશે. જોકે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકશે.
- ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, દેશમાં 1થી 31 ઓક્ટોબર 2020 સુધી અનલૉક 5 લાગૂ રહેશે. જોકે છુટછાટ 15 ઓક્ટોબરથી શરૂ થશે.
- સિનેમા, મલ્ટીપ્લેક્સ 50% કેપેસીટી સાથે ખોલવામાં આવશે. આ મુદ્દે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ગાઇડલાઇન્સ જાહેર કરશે.
ADVERTISEMENT
- બિઝનેસ ટુ બિઝનેસ એકઝીબીશન્સને 15 ઓક્ટોબરથી પરવાનગી આપવામાં આવશે. આ માટે પણ SOP જાહેર કરવામાં આવશે.
- સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં 100થી વધુ લોકોને અનુમિત આપવી તે અંગે રાજ્ય નિર્ણય કરશે.
- રાજ્ય સરકારો શાળાઓ કોચિંગ ક્લાસીસ 15 ઓક્ટોબર પછી ફરીથી ખોલવા મુદ્દે નિર્ણય લઇ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓને તબક્કાવાર ખોલવાની રહેશે.
ADVERTISEMENT
- જે શાળાઓને ખુલવાની પરવાનગી આપવામાં આવેલી હશે તેમણે રાજ્યએ તૈયાર કરેલી SOPનું પાલન કરવું પડશે. આ SOP ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને બનાવશે.
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કોલેજોને ફરીથી ખોલવાના સમયનો નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા મળીને લેવામાં આવશે.
ADVERTISEMENT
- 15 ઓકટોબરથી વિજ્ઞાન અને ટેક્નોલોજી શાખાના PhD અને પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ જેમના માટે લેબ વર્ક અને પ્રયોગો જરૂરી હોય તેમને શરતો સાથે પરવાનગી આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો