ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારતમાં અમીરોની સંખ્યા રોકેટ ગતિએ વધી, દેશમાં 8 લાખથી વધુ કરોડપતિ પરિવાર

ગ્રાફ / ભારતમાં અમીરોની સંખ્યા રોકેટ ગતિએ વધી, દેશમાં 8 લાખથી વધુ કરોડપતિ પરિવાર

Last Updated: 04:25 AM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 ના ડેટા દર્શાવે છે કે ભારત ઝડપથી કરોડપતિ બની રહ્યું છે, ખાસ કરીને 2021 થી કરોડપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

ADVERTISEMENT

ભારતમાં અમિરોનો ગ્રાફ ઝડપથી ઊંચો ચડી રહ્યો છે. મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 મુજબ, હવે દેશમાં 8.71 લાખથી વધુ એવા પરિવાર છે, જેઓની સંપત્તિ 8.5 કરોડ રૂપિયા કે તેથી વધુ છે. રિપોર્ટ બતાવે છે કે 2021 પછી કરોડપતિ પરિવારોની સંખ્યા લગભગ 90% વધી ગઈ છે. 2017 થી 2025 વચ્ચે ભારતમાં સંપત્તિ ધરાવતા પરિવારોએ આશરે 445%નો વધારો નોંધાવ્યો છે. આ તેજી પાછળનો મુખ્ય આધાર છે – શેરબજારમાં ઉછાળો, નવા બિઝનેસ, સ્ટાર્ટઅપ્સ અને રાજ્યોની આર્થિક પ્રગતિ.

money-new-logo

કરોડપતિઓના હબ – મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ

રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચે છે, જ્યાં 1.78 લાખ કરોડપતિ પરિવાર રહે છે. મુંબઈ તો દેશનુ કરોડપતિ કેપિટલ બની ગયું છે, અહીં 1.42 લાખથી વધુ સમૃદ્ધ પરિવાર છે. દિલ્હી બીજા ક્રમે છે, જ્યાં લગભગ 79,800 કરોડપતિ પરિવાર છે. તમિલનાડુમાં 72,600 કરોડપતિ પરિવાર છે. બેંગલુરુ, અમદાવાદ, પુણે, હૈદરાબાદ અને ગુડગાંવ પણ હવે કરોડપતિઓ માટે નવા હબ બની રહ્યા છે.

આ પણ વાંચો : US ફેડના નિર્ણયની અસર શેર બજાર પર, સેન્સેક્સ 83000ને પાર, નિફ્ટી પણ હાઇ જોશમાં

ભારત હજુ સુધી કરોડપતિઓની સંખ્યામાં ચીન કે અમેરિકા જેટલો મોટું નથી, પરંતુ વૃદ્ધિની ગતિ અદભુત છે. અંદાજ છે કે આગામી દસ વર્ષમાં ભારતમાં કરોડપતિ પરિવારની સંખ્યા 17 થી 20 લાખ વચ્ચે પહોંચી જશે. જો કે, આ વૃદ્ધિ મુખ્યત્વે મધ્યમ સ્તરના કરોડપતિઓમાં જોવા મળશે. 100 કરોડ રૂપિયા કે તેથી વધુ સંપત્તિ ધરાવતા “અલ્ટ્રા-હાઈ-નેટવર્થ” વ્યક્તિઓનો પ્રમાણ હાલ પણ બહુ ઓછો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

millionairefamilies Indiarichpeople MercedesBenzHurunIndiaWealthReport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ