બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:32 AM, 18 September 2025
Stock Market Today: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા 2025માં પ્રથમ વખત પોલિસી રેટ ઘટાડા (US Fed Rate Cut)ની સીધી અસર ભારતના શેરબજાર પર જોવા મળી છે. આજે 18 સપ્ટેમ્બર ગુરુવારના રોજ અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે બંને બજાર ઇન્ડેક્સ ઉછાળા સાથે ખુલ્યા. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ શરૂઆતના સમયે 83000 ની સપાટીએ પહોંચ્યો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 25400 ને વટાવી ગયો. દરમિયાન શરૂઆતના ટ્રેડિંગમાં IT થી લઈને ફાર્માસ્યુટિકલ્સ સુધીના શેરોમાં તેજી જોવા મળી.
ADVERTISEMENT
સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત દરમિયાન BSE સેન્સેક્સ 83,108.92 પર ખુલ્યો. જે અગાઉના બંધ 82,693.71 ની તુલનામાં મોટો ઉછાળો હતો. પછી તેને વધુ ઝડપ પકડી અને તેની ગતિ થોડીવારમાં વધીને તે ટ્રેડિંગની માત્ર 10 મિનિટમાં જ 83141.21 ના સ્તરે પહોંચી ગયો. NSE નિફ્ટીની વાત કરીએ તો આ ઇન્ડેક્સ ગયા ટ્રેડિંગ દિવસે બુધવારે બજાર બંધ થતાં 25,330.25 પર બંધ થયો હતો અને ગુરુવારે 25,441.05 પર ખુલ્યો હતો.
ADVERTISEMENT

ભારતીય શેરબજારમાં શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન જ્યારે 1651 કંપનીઓના શેર તેમના અગાઉના બંધની તુલનામાં તીવ્ર વધારા સાથે ખુલ્યા. ત્યારે 698 કંપનીઓના શેર ઘટ્યા અને રેડ ઝોનમાં ટ્રેડિંગ શરૂ કર્યું. વધુમાં 152 શેર ફ્લેટ ખુલ્યા જેનો અર્થ એ થયો કે તેમના ભાવ કાં તો સ્થિર રહ્યા અથવા ફક્ત નજીવા વધઘટમાં રહ્યા.
ADVERTISEMENT
ગુરુવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સૌથી ઝડપથી વિકસતા શેરોની વાત કરીએ તો લાર્જ-કેપ કેટેગરીમાં સમાવિષ્ટ ઇન્ફોસિસ લગભગ 2 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે HDFC બેંક અને HCL ટેકથી લઈને સન ફાર્મા સુધીના શેર 1-1.50 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.
ADVERTISEMENT

જો આપણે મિડકેપ કેટેગરીમાં કંપનીઓ પર નજર કરીએ તો એસ્કોર્ટ્સના શેર 3.29%, IREDA શેર 2.86%, ટાટા કોમ્યુનિકેશનના શેર 2.50%, બાયોકોન શેર 2.10% અને KPI ટેકના શેર 1.80% ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. સ્મોલકેપ કંપનીઓમાં IRM એનર્જીના શેર 13%, પૂનાવાલા શેર 11.10%, SMS ફાર્માના શેર 7%, HITEC શેર 6.50%, જ્યારે ન્યૂજેન 4.86% અને જેનેનટેકના શેર 4.80% ના જંગી વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: સોનાથી લઇને પેટ્રોલ-ડીઝલ સુધી, જાણો US ફેડરલે ઘટાડેલા વ્યાજ દરની ભારત પર શું અસર થશે?

ADVERTISEMENT
બુધવારે બે દિવસીય ફેડરલ રિઝર્વ બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા અને ફેડે એક મોટું પગલું ભર્યું. નીતિ દરોમાં 25 બેસિસ પોઇન્ટ અથવા 0.25% ઘટાડો કરવાની જાહેરાત કરી. યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા આ ક્વાર્ટર-પોઇન્ટ ઘટાડો 2025 પછીનો પ્રથમ છે અને ટ્રમ્પના ટેરિફ યુદ્ધને કારણે ફુગાવાના વધતા જોખમ વચ્ચે નોંધપાત્ર રાહત દર્શાવે છે. તાજેતરના દર ઘટાડા બાદ યુએસમાં વ્યાજ દર હવે 4% થી 4.25% ની રેન્જમાં આવી ગયા છે.
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.