બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Indian team created history before the Paris Olympics, getting tickets for the Games for the first time

સ્પોર્ટ્સ / ભારતીય ટીમે પેરિસ ઓલમ્પિક પહેલાં સર્જ્યો ઇતિહાસ, પ્રથમવાર આ રમત માટે મળી ટિકિટ

Megha

Last Updated: 03:32 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેન્કિંગના આધારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા અને પુરુષ ટીમોને સ્થાન મળ્યું છે. હાલમાં, ભારતની પુરુષોની ટેબલ ટેનિસ ટીમ 15મા ક્રમે અને મહિલા ટેબલ ટેનિસ ટીમ 13મા ક્રમે છે.

ભારતની પુરૂષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમોએ સોમવારે તેમના વિશ્વ રેન્કિંગના આધારે પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરીને ઇતિહાસ રચ્યો હતો. ગયા મહિને બુસાનમાં વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ એ પેરિસ ઓલિમ્પિક માટેની અંતિમ ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ હતી અને તેના સમાપન પછી ટીમ ઈવેન્ટ્સમાં સાત સ્થાન બાકી હતા, જેના માટે ટીમોની પસંદગી તેમના રેન્કિંગના આધારે કરવામાં આવી હતી.

આ વિશે IITFએ જણાવ્યું હતું કે, "તાજેતરની વિશ્વ ટીમ રેન્કિંગમાં ટોચની ક્રમાંકિત ટીમો કે જેઓ ક્વોલિફાય કરી શકી ન હતી તેઓએ પેરિસ 2024 માટે તેમની ટિકિટો મેળવી લીધી છે." મહિલાઓની સ્પર્ધામાં 13મા ક્રમે રહેલા ભારતે પોલેન્ડ (12), સ્વીડન (15) અને થાઈલેન્ડ સાથે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. મેન્સ ટીમમાં ક્રોએશિયા (12), ભારત (15) અને સ્લોવેનિયા (11)એ પણ પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી છે.

આ વિશે પ્રખ્યાત ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરથ કમલે લખ્યું કે 'ભારત ઓલિમ્પિકમાં ટીમ ઈવેન્ટ માટે ક્વોલિફાય થયું છે, આ એવા સમાચાર છે જે હું લાંબા સમયથી સાંભળવા ઇચ્છતો હતો. આ ખરેખર ખાસ છે. સાથે જ આપણી મહિલા ટીમને અભિનંદન, જેણે ઐતિહાસિક ક્વોટા હાંસલ કર્યો.' પેરિસ ઓલિમ્પિક આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાવાની છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન ક્રિકેટમાં મોટી બબાલ, ઈન્ઝમામ ઉલ હક આવ્યો ખુલીને મેદાનમાં, ખોલી દીધી પોલ

જો એક રીતે જોવામાં આવે તો બંને ટીમ માટે ખૂબ ખાસ છે કારણ કે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ પહેલી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે. બીજી તરફ, બેઇજિંગ ઓલિમ્પિક (2008) બાદ પુરૂષ ટીમ ફ્રી એક વખત આ ટુર્નામેન્ટનો હિસ્સો બનશે. જાણીતું છે કે બુસાનમાં યોજાયેલી ITTF વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતીય પુરૂષ અને મહિલા ટીમો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. એ બાયદ થયું એવું કે ચેમ્પિયનશિપની સમાપ્તિ પછી સાત સ્થાનો ખાલી રહ્યા હતા અને દરેક દેશના રેન્કિંગના વહેંચવામાં આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ