બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan Cricket Cannot Be Run In This Manner": Inzamam-Ul-Haq Blasts PCB

ફૂંકાશે દેવાળું? / પાકિસ્તાન ક્રિકેટમાં મોટી બબાલ, ઈન્ઝમામ ઉલ હક આવ્યો ખુલીને મેદાનમાં, ખોલી દીધી પોલ

Hiralal

Last Updated: 06:39 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં વળી પાછો વિવાદ શરુ થયો છે. પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે આ વખતે બોર્ડ પર નિશાન સાધ્યું છે.

ટી 20 વર્લ્ડ કપ શરુ થવાને 3 મહિના જેટલો સમય બચ્યો છે. તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની અંદર મોટો વિવાદ ઊભો થયો છે. જ્યારથી ઈમરાન ખાનની સરકાર પડી ત્યારથી અને રમીઝ રાજાને અધ્યક્ષ પદેથી હટાવાયાં ત્યારથી બોર્ડની અંદર 'ઓલ ઈઝ વેલ' નથી ચાલી રહ્યું. નજમ સેઠી અને ઝકા અશરફ બાદ હવે મોહસીન નકવી પ્રેસિડન્ટ બન્યાં છે તેમ છતાં પણ કંઈ ફર્ક પડ્યો નથી. થોડા સમય પહેલા મોહમ્મદ હાફિઝને થોડા સમય પૂરતાં ટીમના ડાયરેક્ટર અને પૂર્વ ઝડપી બોલર વહાબ રિયાઝને ચીફ સિલેક્ટર બનાવાયાં હતા પરંતુ ઓસ્ટ્રેલિયા અને ત્યાર બાદ ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ હાફિઝને પડતાં મૂકાયાં હતા અને હવે આ મુદ્દે પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે આ અંગે બોર્ડ પર નિશાન સાધ્યું છે.

શું બોલ્યાં ઈન્ઝમામ ઉલ હક 
ઈન્ઝમામ ઉલ હકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બોર્ડે ખેલાડીઓનું સન્માન કરવું જોઈએ. આ સાથે જ તેમણે સવાલ પણ ઉઠાવ્યા હતા કે જ્યારે વહાબ રિયાઝને ચીફ સિલેક્ટર પદેથી ન હટાવાયો તો પછી હાફિઝને ડાયરેક્ટર પદેથી કેમ હટાવી દેવાયો? શું કોઈ મોહમ્મદ હાફિઝને ટીમ ડિરેક્ટર તરીકે અને વહાબ રિયાઝને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રવાસ પછી ચીફ સિલેક્ટર તરીકે હટાવવા પાછળના કારણો વિશે સમજાવી શકે છે?" શું બંનેની નિમણૂક એક જ સમયે કરવામાં આવી ન હતી? બંનેની આ જવાબદારી હતી, તો પછી તેના માટે રિયાઝ નહીં પણ ખાલિદ હાફિઝ કેવી રીતે જવાબદાર છે. પીસીબીના અધ્યક્ષનું પદ નિઃશંકપણે આદરણીય પદ છે. પરંતુ શું ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડીઓને બોર્ડના અધિકારીઓ તરફથી આદર મળવો જોઈએ. 

પાકિસ્તાન ક્રિકેટ આવી રીતે ન ચાલી શકે 
હિત ટકરાવ મામલે ભૂતપૂર્વ ચેરમેન ઝાકા અશરફે મને કોઈ આદર નહોતો આપ્યો. જ્યારે આ મામલો સામે આવ્યો, ત્યારે હું પીસીબીના અધિકારીઓ સલમાન નસિલ અને આલિયા રાશિદ સાથે બેઠકની રાહ જોતો બેઠો હતો, મને તેમના બન્નેના વર્તનથી ખૂબ માઠું લાગ્યું. પાકિસ્તાન ક્રિકેટ આવી રીતે ન ચાલી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ