ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / સમુદ્રમાં ભારતીય જહાજ પર ફરીવાર હુમલો, ભારતે અટેકની કરી નિંદા

વિશ્વ / સમુદ્રમાં ભારતીય જહાજ પર ફરીવાર હુમલો, ભારતે અટેકની કરી નિંદા

Published By: Nirav Kumar

Last Updated: 06:15 PM, 14 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન વોરના લીધે ભારતીય જહાજ પર ફરીવાર હુમલો થયો છે. ભારતના કોમર્શીયલ જહાજો પર અનેકવાર અટેક થતા વિદેશ મંત્રાલયે હુમલાઓની નિંદા કરી છે. અને ઇન્ટરનેશનલ સમુદાયને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ પણ કરી છે.

ADVERTISEMENT

ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર થયેલા હુમલાની ભારતે સખત નિંદા કરી છે. જેમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કોમર્શીયલ જહાજો અને નાગરિક નાવિકોને નિશાન બનાવવા સંપૂર્ણપણે ખોટું છે. વિદેશ મંત્રાલય (MEA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગઈકાલે ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર થયેલો હુમલો અનએક્સેપ્ટેબલ છે. અમે કોમર્શીયલ જહાજો અને નિર્દોષ નાવિકો પર વારંવાર થયેલા હુમલાઓની નિંદા કરીએ છીએ."

આ અંગે સરકારે સ્પષ્ટતા કરી હતી કે જહાજ પર સવાર તમામ ભારતીય કર્મચારીઓ સુરક્ષિત છે. MEA એ ઓમાની અધિકારીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, "બધા ભારતીય કર્મચારીઓ સુરક્ષિત છે. અમે ઓમાની અધિકારીઓનો તેમના બચાવ કામગીરી માટે આભાર માનીએ છીએ." આ ઘટના એવા સમયે બની છે જ્યારે પ્રાદેશિક તણાવ વધી રહ્યો છે.

VTV DIGITAL
  • ભારતની ઇન્ટરનેશનલ સમુદાયને અપીલ

ભારતે ઇન્ટરનેશનલ સમુદાયને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. જે નિવેદનમાં કહેવામાં આવ્યું છે: "કોમર્શીયલ શિપિંગને નિશાન બનાવવું, નિર્દોષ નાગરિક નાવિકોને જોખમમાં મૂકવું, કે નેવિગેશન અને વેપારની સ્વતંત્રતાને ખલેલ પહોંચાડવી સંપૂર્ણપણે ટાળવું જોઈએ."

ભારત દરિયાઈ સુરક્ષા પર ઇન્ટરનેશનલ સહયોગ વધારવા અને ઇન્ટરનેશનલ દરિયાઈ કાયદાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત વિશ્વનો એક મુખ્ય વેપારી રાષ્ટ્ર છે અને તેનો લગભગ 95 ટકા વેપાર દરિયાઈ માર્ગો દ્વારા થાય છે. પેટ્રોલિયમ, કેમિકલ ખાદ્ય ઉત્પાદનોનું પરિવહન આ માર્ગો પર આધાર રાખે છે.

  • યુદ્ધની સ્થિતિ

28 ફેબ્રુઆરી 2026 ના રોજ ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા શરૂ કરાયેલા હવાઈ યુદ્ધ અને ઈરાની સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ બાદ આ ક્ષેત્રમાં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર હુમલો કર્યો છે.

  • ભારતીયો પર અગાઉના હુમલા

1 માર્ચ 2026ના રોજ ઓમાનના ખાસાબની ઉત્તરે ઓઈલ ટેન્કર 'સ્કાયલાઇટ' પર અસ્ત્ર હુમલામાં બે ભારતીય ક્રૂ સભ્યો માર્યા ગયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. 'MKD VYOM' જહાજ પર ડ્રોન બોટ હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું હતું. આ સિવાય 'આયેહ' જહાજ પર એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો હતો.

વધુ વાંચો : જિનપિંગે ટ્રમ્પને ભણાવ્યો 'ગ્લોબલ લીડરશીપ'નો પાઠ, કહ્યું- આપણે દુશ્મન નહીં, પાર્ટનર બનીએ

વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને સંયમ રાખવા અને ઇન્ટરનેશનલ કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ આ વિસ્તારમાં વધુ દેખરેખ રાખી રહ્યા છે. બધા ભારતીય જહાજોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MEA Indian Ship Commercial Ships

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ