બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / જિનપિંગે ટ્રમ્પને ભણાવ્યો 'ગ્લોબલ લીડરશીપ'નો પાઠ, કહ્યું- આપણે દુશ્મન નહીં, પાર્ટનર બનીએ
Last Updated: 10:22 AM, 14 May 2026
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ, જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ, ટેક્નોલોજી પર પ્રતિબંધ, તાઇવાન મુદ્દો અને દુનિયામાં પ્રભાવ વધારવાની સ્પર્ધાને લઈને તણાવ રહ્યો છે. બેઠકની શરૂઆતમાં શી જિનપિંગે શાંતિપૂર્ણ અને સમજદારીભર્યો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે દુનિયા હાલમાં એક નવા અને મહત્વના વળાંક પર ઉભી છે અને આવા સમયમાં ચીન અને અમેરિકાની જવાબદારી પહેલા કરતાં વધુ વધી ગઈ છે.
ADVERTISEMENT
શી જિનપિંગે ડોનાલ્ડ ટ્રમ્પ તરફ જોઈને કહ્યું કે, શું આપણે મળીને દુનિયાની મોટી સમસ્યાઓનો સામનો કરી શકીએ અને વિશ્વને વધુ સ્થિર બનાવી શકીએ? શું આપણે આપણા દેશોના લોકોના હિત અને માનવજાતના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બંને દેશોના સંબંધોને વધુ સારા બનાવી શકીએ?
શી જિનપિંગે કહ્યું કે અમેરિકા અને ચીન દુશ્મન નહીં પરંતુ ભાગીદાર બનવા જોઈએ. તેમણે જણાવ્યું કે આ માત્ર બે દેશોનો મુદ્દો નથી પરંતુ ઇતિહાસ, આખી દુનિયા અને માનવજાત સાથે જોડાયેલો પ્રશ્ન છે અને તેનો જવાબ બંને દેશોના નેતાઓએ મળીને શોધવો પડશે. ચીની રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કહ્યું કે ચીન અને અમેરિકાના સામાન્ય હિતો તેમના મતભેદોથી ઘણી વધારે મહત્વના છે. તેમણે કહ્યું કે, એક દેશની સફળતા બીજા દેશ માટે પણ તક બની શકે છે. ચીન અને અમેરિકાના સંબંધોમાં સ્થિરતા રહેશે તો તેનો ફાયદો આખી દુનિયાને થશે.
ADVERTISEMENT
શી જિનપિંગે આગળ કહ્યું કે ચીન અને અમેરિકાએ એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર બનવું જોઈએ. તેમના કહેવા મુજબ ઝઘડો અને ટકરાવ બંને દેશો માટે નુકસાનકારક રહેશે જ્યારે સાથે મળીને કામ કરવાથી બંનેને ફાયદો થશે. જિનપિંગે વધુમાં જણાવ્યું કે નવી સદીમાં મોટા દેશોએ સાથે રહીને અને મળીને આગળ વધવાનો રસ્તો શોધવો જરૂરી છે.

ADVERTISEMENT
શી જિનપિંગે 2026ને ચીન-અમેરિકા સંબંધો માટે “ઇતિહાસિક અને નિર્ણાયક વર્ષ” બનાવવાની અપીલ પણ કરી. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો જૂના તણાવ અને મતભેદોને પાછળ મૂકીને નવા અને સારા ભવિષ્ય તરફ આગળ વધશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બેઇજિંગમાં ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે ઐતિહાસિક મુલાકાત, US પ્રમુખના નિવેદનથી દુનિયા હેરાન
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મુલાકાત દરમિયાન શી જિનપિંગની ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને ઉત્તમ ગણાવ્યા અને શીને મહાન નેતા ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું, "તમારા મિત્ર બનવું એ સન્માનની વાત છે. ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો પહેલા કરતા પણ વધુ સારા બનવાના છે." ટ્રમ્પે એમ પણ કહ્યું કે જ્યારે પણ બંને દેશો વચ્ચે કોઈ સમસ્યા ઉભી થાય છે, ત્યારે તેઓ અને શી જિનપિંગ સીધા સંવાદ દ્વારા તેને ઝડપથી ઉકેલી લે છે. તેમણે ચીનની સિદ્ધિઓ અને નેતૃત્વની પણ પ્રશંસા કરી.
બંને નેતાઓના જાહેર નિવેદનો નરમ દેખાતા હોવા છતા બંધ બારણે થયેલા વાટાઘાટોમાં વેપાર, ઈરાન, ચિપ ટેકનોલોજી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને વૈશ્વિક શક્તિ સંતુલન જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.