ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / બેઇજિંગમાં ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે ઐતિહાસિક મુલાકાત, US પ્રમુખના નિવેદનથી દુનિયા હેરાન

વિશ્વ / બેઇજિંગમાં ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે ઐતિહાસિક મુલાકાત, US પ્રમુખના નિવેદનથી દુનિયા હેરાન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:07 AM, 14 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Trump China Visit : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું. ટ્રમ્પ માટે આ મુલાકાત ખાસ માનવામાં આવે છે.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ઐતિહાસિક શિખર સંમેલન માટે બેઇજિંગ પહોંચ્યા છે. ગુરુવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં ટ્રમ્પનું સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ હતી. બેઠક દરમિયાન જિનપિંગ અને ટ્રમ્પે એકબીજાની પ્રશંસા કરી. ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું, "આપણે સાથી છીએ, હરીફ નહીં. મજબૂત સંબંધો બંને દેશોને ફાયદો કરાવશે. સાથે મળીને આપણે દુનિયા બદલીશું." ટ્રમ્પે કહ્યું કે ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધરશે.

ટ્રમ્પની આ મુલાકાત ખાસ માનવામાં આવે છે. 2017 માં રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાછલી મુલાકાત પછી કોઈ પણ વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ચીનની આ પહેલી રાજકિય યાત્રા છે.

વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત અને સત્તાવાર રાજ્ય આગમન સમારોહમાં ભાગ લીધા બાદ અન્ય ઘણા સત્તાવાર કાર્યક્રમોમા સામેલ થશે. વ્હાઇટ હાઉસથી ચીન જતા પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે સમિટમાં વેપાર એક મુખ્ય મુદ્દો હશે. તેમણે કહ્યું, "અમારા ચીન સાથે ખૂબ સારા સંબંધો છે. અમે બંને સુપરપાવર છીએ, અને ચર્ચા કરવા માટે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. મુખ્ય ધ્યાન વેપાર પર રહેશે."

VTV DIGITAL

આ પણ વાંચોઃ વિશ્વ / VIDEO : ચીનમાં ઉતરતા જ ડોનાલ્ડ ટ્રમ્પની થઈ બેઈજ્જતી! બન્યું ગજબનું, દેખાડી દીધી 'શક્તિ'

"મારો શી જિનપિંગ સાથે શાનદાર સંબંધ" - ટ્રમ્પ

અગાઉ 13 મેના બેઇજિંગ પહોંચ્યા પછી ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ચીન વિશ્વની બે સૌથી મોટી શક્તિઓ છે અને બંને દેશો વચ્ચેના સંબંધો "મજબૂત અને સ્થિર" છે. તેમણે કહ્યું, "મારો રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શાનદાર સંબંધ છે. અમે હંમેશા સારા રહ્યા છીએ, અને ચીન સાથે કામ કરવાનું ખૂબ સારું રહ્યું છે." રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા-ચીન આર્થિક સંબંધોને બંને દેશો માટે ફાયદાકારક ગણાવ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Beijing Jinping Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ