Indian green card aspirants may benefit as Trump has a new
NRI /
ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયો માટે આવી ખુશખબર, ટ્રમ્પે લીધો આ નિર્ણય
Team VTV07:30 AM, 17 May 19
| Updated: 10:49 AM, 17 May 19
પ્રેસિડન્ટ બન્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઇમિગ્રેશન પોલિસીને લઇને સતત ચર્ચામાં રહે છે. તેઓ અવાર-નવાર ઇમિગ્રેશન-લૉમાં ફેરફારની જાહેરાત કરે છે. તેઓ ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી બહાર કાઢવા ઇચ્છે છે પરંતુ તે સારું અંગ્રેજી જાણતા અને પોતાની સ્કીલમાં પારંગત હોય તેવા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવશે.
અમેરિકા અવાર-નવાર ઇમિગ્રેશન-લૉમાં ફેરફારની જાહેરાત કરે છે. ત્યારે ટ્રમ્પ સરકારે વધારે એક નિર્ણય લીધો છે. ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને હટાવવા માગે છે પરંતુ તે સારા લોકોને દેશમાં રાખવા પણ માગે છે. આ નવી નીતિથી ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયોને ખુશી થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી નીતિથી હજારોની સંખ્યામાં ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય પ્રોફેશનલ્સની મુસીબત ખતમ થઇ શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીનું કહેવું છે કે, 'પ્રેસિડન્ટ ઇચ્છે છે કે, અમેરિકામાં આવતા ઇમિગ્રન્ટ્સમાં નેલ્સન મંડેલા જેવી અદભૂત ક્ષમતાઓ હોવી જોઇએ. ડોક્ટર એવા હોય જેઓની પાસે કેન્સરનો ઉપચાર હોય અને વૈજ્ઞાનિકમાં મંગળગ્રહ પર સબડિવીઝન બનાવવાની ક્ષમતા હોવી જોઇએ. જેનાથી યોગ્યતા, માસ્ટર ડિગ્રી ધરાવતા અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સ લોકો માટે ઇમિગ્રેશન પ્રણાલીને સરળ બનાવી શકાય છે.'
ટ્રમ્પની આ નવી યોજના અંગે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં જાહેરાત કરાઈ હતી. ખાસ કરીને ઇમિગ્રેશન સુધારના મુદ્દે મુશ્કેલી ઉભી થશે. પ્રેસિડન્ટ પોતાના રિપબ્લિકન સાંસદોને આ મુદ્દે સમજાવવામાં સફળ રહ્યા તો પણ સાંસદ નેન્સી પેલોસીના નેતૃત્વવાળા ડેમોક્રેટ અને બીજા નેતા વિરોધમાં ઉભા છે. અમેરિકાએ 2020 માટે ભારતીયો, પ્રોફેશનલ્સ સહિત વિદેશી નાગરિકોને લોકપ્રિય એચ 1-બી વિઝા આપવાની સંખ્યા 65 હજાર સુધી સીમિત કરી દીધી છે.