બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / INDIAN family 3 members found dead in pool east Brunswick NEW JERSEY UK

NRI / કરૂણાંતિકા: અમેરિકામાં કરોડો રુપિયાનું ખરીદ્યુ ઘર અને સ્વિમિંગ પુલમાં પરિવારના 3 સભ્યો ડુબ્યા

Published By: Gayatri

Last Updated: 12:12 PM, 25 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં 3 ભારતીયોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. ન્યૂજર્સીમાં પટેલ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. ઘર બહાર બનાવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મૃત્યુ થયા છે.8 વર્ષીની દીકરી, માતા, અને સસરાનું ડૂબી જવાથી મૃત્યુ થયા છે. પટેલ પરિવાર મૂળ કામરેજના મોરથાણા ગામનો વતની છે..છેલ્લા ઘણા સમયથી તેઓ અમેરિકા સ્થાયી થયાં હતા.

  • અમેરિકામાં 3 ભારતીયોના ડૂબી જવાથી મૃત્યુ
  • ન્યૂજર્સીમાં પટેલ પરિવાર સાથે કરુણાંતિકા
  • પટેલ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મૃત્યુ

અમેરિકાના ન્યુજર્સીમાં ઘરની પાછળ સ્વિમિંગ પૂલમાં એક ગુજરાતી પરિવારના ત્રણ લોકો શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પટેલ પરિવારે હાલમાં ખરીદેલા ઘરના સ્વિમિંગ પૂલમાં  ગુજરાતી વૃદ્ધ, પુત્રવધૂ અને પૌત્રીના મૃતહેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ત્રણેયના ડૂબી જવાથી મોત થયાનું બહાર આવ્યું છે. 

ઘરઆંગણાના સ્વિમિંગ પુલમાં મોત

ન્યુજર્સીના ઈસ્ટ બર્નસ્વિક ખાતે ક્લિયર વ્યૂ રોડ પર પટેલ પરિવારે હાલમાં અંદાજે 3.4 કરોડ રૂપિયામાં નવું મકાન ખરીદ્યું હતું. દરમિયાન ગત્ સોમવારે આ ઘરમાંચી અવાજો સંભળાતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્રણેય લોકોને સીપીઆર આપી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બચાવી શકાયા નહોતા.

કોના કોના થયા મોત

મૃતકોમાં 33 વર્ષીય નિશા પટેલ અને તેની 8 વર્ષીય દીકરી તથા સસરા  62 વર્ષીય ભરત પટેલ સામેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Family NRI New Jersey east Brunswick ન્યૂજર્સી ભારતીય NRI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ